Gujarati Quote in Religious by Harshad Patel Pij

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણી ભારતીય પરંપરાના જેટલા વખાણ કરીએ તેટલા ઓછાછે આજે ભારતમાં તો ઠીક પણ પરદેશમાં પણ તેની વાહ વાહ થાયછે
આજે આપણે સૈ કોઇ સવારે નાહી ધોઈ ને જયારે ભગવાનની ભક્તિ માટે ઘરમાં બનાવેલ મંદિરની સામે બેસીએ છીએ તો ઘણા લોકો ઓમ બોલીને શરુઆત કરેછે અથવા તો ઘણા લોકો તેનું રટણ લાંબા સમય સુધી કરતા હોયછે ઓમમમ:
ખરેખર તેમાં એક પ્રકારનો અદભુત જાદુછે ને તેના થકી ફાયદા પણ અનેક હોયછે.
આ ઓમ શબ્દ ભારતીયોને તો ખબર જ છે કે તે શીવનું બીજું નામ છે પણ ઓલા પેલા સ્પેન દેશવાળા લોકોને એની શી ગતાગમ! કે આ શું છે! પણ આ આપણી સમજ એક ભુલ છે,
આજે દુનિયામાં ચાલી રહેલો કોરોના વાઇરસના પ્રતાપે આખી દુનીયા થર થર ધ્રુજે છે ત્યારે આ કપરા સમયે સ્પેન દેશની હોસ્પીટલોમાં સવારે દર્દીઓની સારવાર કરતા પહેલા સૈ કોઇ ભેગા થઈ ને ભગવાનની એક પ્રાર્થના કરેછે ને પછી જ તેઓ પોતાના કામની શરૂઆત કરેછે. તે પ્રાર્થના પહેલા જે શબ્દથી શરુઆત કરેછે છે તે શબ્દ છે ઓમ...🕉
જે તેઓ લાંબા સ્વાસે બોલતા હોયછે,
જી હા આ વાત એકદમ સાચી છે
આ ઓમ શબ્દમાં એવી તાકાત ને શક્તિ છે કે જેઓ પણ કોઇ પોતાની પ્રાર્થનાના સમયે બોલતા હશે તેઓ જરૂર જાણતા હશે.
ટુંકમાં એ ધોળીયા લોકો પણ જાણે છે કે કોઇપણ કામની શરૂઆત ભગવાનના નામ સાથે, તેની સ્તુતિ સાથે, કે તેની પ્રાર્થના સાથે જ કરી શકાય...ભારતીયોની જેમ.
હરિ ઓમમમમમ:🕉

Gujarati Religious by Harshad Patel Pij : 111381211
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now