છોડી આ માળો મને મન થાય પંખીઓ સંગે ઊડી દૂર ક્યાંક જાઉં ,
છોડી આ મેળો મને મન થાય મારે ભીતર હું જરા ડોકિયું નાખું ,
છોડી આ કિનારો મને મન થાય ડૂબકી મારી સમદરની ઊંડાઈને માપુ ,
છોડી આ નીત નવા કિરદાર મને મન થાય હું ખુદને શોધી ખુદને ભેટ આપું ,
છોડી આ દુનિયાને જીતવાની દોડ ' હીર ' મને મન થાય હું ખુદને જ જીતુ...
- જાનકીબા ડાભી ( હીરકુવરબા )