#ટોપિકઓફધડે

"આઈનસ્ટાઈન રીંગ"

૧૯૧૫માં આઈનસ્ટાઈન દ્વારા સૌથી ફેમસ થિયરી એવી 'થિયરી ઓફ રેલેટીવીટી' પબ્લિશ કરવામાં આવી. આ થિયરી ઓફ રેલેટીવીટીમાં આઈનસ્ટાઈને દર્શાવ્યું કે આપણું બ્રહ્માંડ એક ચાદર(Fabric) જેવું છે! બ્રહ્માંડમાં રહેલ દરેક પદાર્થને પોતાનું દ્રવ્યમાન(Mass) છે અને જે પદાર્થને પોતાનું દ્રવ્યમાન હોય તેને પોતાનું ગુરુત્વાકર્ષણ પણ હોય છે! આ બ્રહ્માંડમાં રહેલ દરેક ભૌતિક વસ્તુઓ જેવી કે ગ્રહો, તારાઓ, બ્લેક હોલ્સ વગેરે તેમના દ્રવ્યમાન અને ગુરુત્વાકર્ષણ બળને કારણે અવકાશને વાળે (Curve) છે!

આઈનસ્ટાઈનની થિયરી ઓફ રેલેટીવીટી મુજબ બ્રહ્માંડમાં રહેલ દરેક તારાઓ અને ગેલેક્સીસની પ્રબળ ગ્રેવિટિ અવકાશને વત્તા ઓછા પ્રમાણમાં કર્વ કરે છે જેના કરણે તે તારા અને ગેલેક્સીસની પાછળ રહેલ તારા અને ગેલેક્સીસ માંથી આવતો પ્રકાશ પણ કર્વ થાય છે અને એક ગોળાકાર રીંગ જેવી રચના બને છે! આ પ્રક્રિયાને 'ગ્રેવિટેશનલ લેન્સિંગ' કહે છે! આ રીંગને "આઈનસ્ટાઈન રીંગ" પણ કહેવામાં આવે છે! હવે આપણો સૂર્ય પણ એક તારો છે તો આપણો સૂર્ય પણ તેના ગુરુત્વાકર્ષણને કારણે તેની આસપાસ રહેલ અવકાશને વાળે છે!

હવે સૂર્યની પાછળ રહેલ તારાઓ અને ગેલેક્સીસ માંથી આવતો પ્રકાશ પણ સૂર્યની નજીક પહોંચતાં કર્વ થાય છે! તો હવે અહીંયા પણ ગ્રેવિટેશનલ લેન્સિંગની પ્રક્રિયા જોવા મળે છે! હવે સૂર્યની આસપાસ બનેલ પ્રકાશની ગોળાકાર રીંગ એક બિલોરી કાચ જેવું કામ કરે છે જો આપણે આ રીંગ માંથી અન્ય કોઈ તારાની કક્ષામાં આવેલ ગ્રહને પાવરફૂલ ટેલિસ્કોપ ધ્વારા જોઈએ તો આપણે તે ગ્રહને વધુ ડિટેઇલમાં જોઈ શકીએ છીએ!

નીચેની ઇમેજમાં દેખાતી "આઈનસ્ટાઈન રીંગ" એ અત્યાર સુધીના સૌથી પાવરફૂલ સ્પેસ ટેલિસ્કોપ,`જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ' ધ્વારા કેપ્ચર કરવામાં આવી છે!

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 111851512

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now