મારી વ્હાલી દીકરીઓ ...
તમે હંમેશા યાદ રહેશો આજીવન ...
જ્યાં સુધી મારામાં આ પ્રાણ વાયુ રહેલો છે..

કહો જોઈએ કેમ ભૂલી શકું તમને ?
કે મારા શાળામાં પ્રવેશતા ,,
તમે હાથમાં ગુલાબ લાઈ મારું સ્વાગત કરતા કે ગુલદસ્તો આપતા


વર્ગખંડમાં ઉધરસ મને આવે ત્યાં તો..
પાણીની બોટલ તમારી તમે મને ધરી દેતા

આજ હું ઉદાસ છું એ પારખી જતા ..
તો મને હસાવવા માટે થઈને પ્રયત્નશીલ રહેતા
કહેતા કે બેન કેમ આજે ઝાંખા લાગો છો ...
તો વળી કહેતા કે આજ તો બહુ સરસ લાગો છો
અને મારું મન પ્રફુલિત કરતા રહેતા
કહો જોઈએ કેમ ભૂલું હું તમને
મને ભાવતા બોર(ચણીયા બોર) ને ખાટી આંબલી લાવતા
તો મમ્મીના હાથના બનાવેલા પેંડા આપી જતા.
બોલો જોઈએ હું તમને કેમ ભૂલું?
ગાયને વાછરડો આવ્યો છે કહી ડેરી મિલ્ક ખવડાવતા
તો ભાભીને ભત્રીજો અવતર્યો છે કહી મોઢું મીઠું કરાવતા
બોલો જોઈએ કેમ ભૂલી જવું તમને

કે રમતના તાસમાં પણ મારી સાથે પકડા પકડી રમતા કે
કબડીના દાવ પેચ શીખતા કે
આંખે પાટા બાંધી આપણે કેવી સરસ મજાની રમતો નવી નવી રમતા

બેન બેન કહી ક્યારે દીદીમાં કહી બોલાવતા
તો ઘરની નાની મોટી વાતો મારી સાથે શેર કરતા
અને તમારું હૈયું હળવું કરતાં
બોલો જોઈએ કેમ ભૂલી જાવ તમને
કહો તો ખરા કેમ ભૂલી જાવ તમને કે ...

મારા હોવાનું મને મારા અસ્તિત્વથી રૂબરૂ કરાવતા
કહો જોઈએ કેમ ભૂલી જાવ તમને

મારી વહાલી દીકરીઓ તમે હંમેશા યાદ રહેશો‌...
આજીવન કેમ ભૂલી શકું હું તમને....

મારા દ્વારકાધીશ ની કૃપા છે અને હંમેશા તમારા પર પણ એ આશીર્વાદ વરસાવતો રહે આપ સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ દિકરીઓ

(એક નિખાલસ પ્રશ્ન એક દિવસ એક દીકરીએ મને પૂછ્યું કે બેન છેલ્લા ચાર વર્ષ થયા આપણી સાથેના જે લાગણીના સંબંધો છે તો આવનાર વર્ષોમાં તમે અમને ભૂલી નહિ જાવ ને અને અનાયાસે જ મારાથી આ એક કવિતા જેવા શબ્દોમાં તેમના માટે લખાઈ ગયું છે ઘણું બધું છે જે હું વર્ણવી નથી શકતી પણ આ મારી બધી જ વ્હાલી દીકરીઓને જે મારી પાસે ભણીને જતી રહી છે જે ભણે છે અને ભણવા આવવાની છે એ બધી દીકરીઓને સમર્પિત છે મારી આ રચના..)
૧૧:૩૪ AM
૧૫/૦૨/૨૨

Gujarati Blog by Bindu _Maiyad : 111866030

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now