યાદોની સફર

●●□□□●●●●●□□□□●●●●□□□□●●●
યાદોનાં પ્રવાસનો રસ્તો એક જ હોય છે હરવખત,માત્ર લાગણીઓસમય સાથે બદલાતી રહે,અને શોર્ટકટ અને બાયપાસ ઉમેરાતા રહે

કિશોરાવસ્થાનું પહેલું "હાર્ટ બ્રેક" અમુક સમય સુધી આખમાં આશું લાવે પછી પોતાની મુર્ખામી પર જ હસવું આવે.

યુવાનીમાં જે મિત્રો સાથે અબોલા લીધાં હોય, મનમાં ગુસ્સો હોય.વૃદ્ધાવસ્થામાં અચાનક મળી જાય તો ભેટી પડાય છે.અબોલાનું કારણ પણ યાદ નથી રહેતું.

વિદ્યાર્થીકાળમાં જે મા બાપ અને ઘરની યાદી આંખો
છલકાઈ જતી.અમુક ઉંમર પછી એ યાદો પર સખતાઈથી
દ્વાર ભીડી દઈએ છીએ.

જે સ્વજનની વિદાય પછી યાદો સાથે તીવ્ર પીડાં ઉપડતી.
એની હાર ચડાવેલી છબી સામે યાંત્રિક રીતે હાથ જોડી લેતાં શીખી જઈએ.

છેલ્લે જિંદગી એટલાં તો અસંવેદનશીલ બનાવી દે કે યાદો ની આખી સફર આપણે પરોક્ષ રીતે પસાર કરી લઈએ છે.

@ડો.ચાંદની અગ્રાવત

Gujarati Thought by Dr.Chandni Agravat : 111877538

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now