અમે તો ધોધમાર વરસતી વાદલડી,
અમને ખોબે ખોબે વરસવું ના ફાવે.
ટીપે ટીપે તે વળી ઝરણાંને પલાળવું શું?
ધોધમાર પૂરથી પર્વતને ડહોળવું ગમે.
અમે તો ધોધમાર --------
આજ આંખલડીમાં ઉગ્યા છે,
અનરાધાર ઓરતાને,
ઝરમરતી ઝંખનાઓ જાગી,
ખોબે ખોબે તે વ્હાલમ વ્હાલ શું લૂંટાવે?
અમને વ્હાલના દરિયામાં ડૂબવાની ઝંખનાઓ જાગી.
અમે તો ધોધમાર વરસતી વાદલડી,
અમને ખોબે ખોબે વરસવું ના ફાવે.

Gujarati Poem by Rekha Detroja : 111893605

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now