🌹 ❤️ " ખ્વાબનો હિસાબ " ❤️🌹
તારા હર સવાલનો જવાબ આપી દઉં.
તારી આંખોમાં મારાં ખ્વાબ આપી દઉં.
ડરું છું કે ક્યાંક તું નારાજ ન થઈ જાય,
નહીંતર મારાં દર્દનો હિસાબ આપી દઉં.
સૃષ્ટિ પણ લાગે ફીકી તારા સ્મિત પાસે,
તારા સત્કારે બાગ-એ-ગુલાબ આપી દઉં.
દિલના દરેક પ્રકરણમાં લખ્યું નામ તારું,
મારા પ્રણયની આખી કિતાબ આપી દઉં.
આખી આ જિંદગી તારા નામે કરી દઉં,
તારી એક મુસ્કાને આફતાબ આપી દઉં.
અંધકાર પણ ન સતાવે તને કોઈ દિવસ,
તારા હાથમાં આજ મહતાબ આપી દઉં,
જગ આખું ઝૂકે આ આશિકની આગળ,
ને તારી સામે હું મારો રૂઆબ આપી દઉં.
તું હુકમ કરે તો હાજર જ છે આ 'વ્યોમ'
તારા સજદામાં ખુદને, જનાબ આપી દઉં.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.