Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારે કોઈ વ્યક્તિ પાસેથી કંઈ જોઈએ છે,
તો મારે એને જણાવવું જોઈએ, કારણ કે,
એમ કરવાથી જે તે વ્યક્તિ મને બે વિકલ્પ આપી શકે છે,
એક કે એ મને ના પાડશે, કે અમુક સમયની મુદ્દત આપશે,
અને બે કે
એ મારી માંગણી પુરી કરશે,
પરંતુ જો હું કોઈ વ્યક્તિ પાસેથી,
મને ગમતી વસ્તુ કે કામ, મારી રીતે કઢાવવા જઈશ,
તો હું એ વ્યક્તિ અને એનો વિશ્વાસ, બંને ગુમાવી દઈશ,
ને સાથે-સાથે, મારું નામ ખરાબ થશે, એ અલગથી,
પહેલી રીતમાં, મને એક ફાયદો એ થશે કે,
જો એ કોઈ કારણસર મને ના કહેશે,
તો મારી પાસે બીજા ઘણા બધા વ્યક્તિઓ પાસે મદદ માંગવાના વિકલ્પની સાથે-સાથે
ભવિષ્યમાં મને એ વ્યક્તિ પણ મદદ કરશે, જે વ્યક્તિએ હમણાં મને ના કહી હશે,
અને બીજી રીતથી જો હું મારું કામ કઢાવવા જઈશ, તો....
એ વ્યક્તિની સાથે-સાથે અન્ય ઘણા બધા લોકો પણ આપોઆપ મારાથી અંતર બનાવી લેશે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112039834

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now