હવે ગામડું પહેલા જેવું ક્યાં રહ્યું છે!?
જેમ અમીરોએ પહેરેલા કપડાં ગરીબ પહેરે છે,એમ શહેરની ચમક ધમક હવે ગામડાઓ એ પહેરી લીધી છે.મોડર્ન થવા થનગનતા આજના યુવાનો પોતાની જાતને એક મનોરંજન નું સાધન સમજી
અપરિપક્વતાના વિચારો સાથે નાહકના અભિમાનમાં જીવી રહ્યા છે.
માહિતીનો વંટોળ આવે ત્યારે હેંગ થઈ જવું, કોઈ મોટી ગ્લીચ નથી પરંતુ
કોઈ વિના પ્રિવેન્ટિવ મેંટેનન્સ ગ્રેબિંગ કર્યા જ કરવાથી સંપૂર્ણ
સટડાઉન થશે જ,સૌની એક એક્સપાયરી છે પરંતુ સાથે તેની અંદર ફિટ થયેલું પ્રોસેસર અને સ્ટોરેજ અલગ અલગ છે જે તમે ખુદને શરૂઆતથી આપેલું છે.કોઈ પ્રીમિયમ ચિપસેટ વાળા ઇન્સ્ટ્ઋમેન્ટની સાથે ખુદની સરખામણી કરી તમે ઓવરલોડ પરફોર્મન્સ આપશો તો અવધિ પેલા ખતમ થઈ જશો.