"દિવાળી"
--------------
દિવાળી આવી.જુઓ દિવાળી આવી.
અજવાળું લાવી,ને હર્ષોલ્લાસ લાવી.
લાવે બાપુ ફટાકડા ને,બા કરે નાસ્તા વાળી.
ભાગ્યું એકાંત,ઓરડામાં થઇ સંપની ઉજાણી.
દિવાળી આવી.જુઓ દિવાળી આવી............
વિશ્રામ ની વાટ પકડી મૌસમેં,
મહેલ - ઝૂંપડીમાં થઈ દિપક વાળી.
મહેનતકશ ને મળ્યું વેકેશન.
હાંફતી જિંદગી ને,હાથ લાગ્યું પ્રેમનું ટેન્શન.
સોહામણી લાગી.દિવાળી આબાલવૃદ્ધ ને.
દિવાળી આવી.જુઓ દિવાળી આવી...........
રદિ કપડાને રજા મળી.
નવાં ગોઠવ્યાં ત્યાં જ વળી.
ચોખ્ખું કર્યું કામ બધાએ મળી.
માથાકૂટ એમાં,શું કરે 'માં' વળી.?
વાસણ,કપડાને ચોપડા માં થઈ સફાઈ.
સ્વચ્છતાથી ઝળહળી ઊઠી દિવાળી.
દિવાળી આવી.જુઓ દિવાળી આવી...........
કર્મચારી,ખેડૂતને મજૂરોની નીરાત લાવી.
વૃદ્ધોને બાળકોની મધુર મુસ્કાન લાવી.
મીઠાઈ ફટાકડાને,બોનસની રંગત લાવી.
આનંદ નાં અજવાળાની 'માં' આવી.
દિવાળી આવી.જુઓ દિવાળી આવી.............
તહેવારોની મોટી બહેન આવી.
પર્વ સાથે 'પ્રસંગો'ની તારીખો લાવી.
વાસ્તુ,વૈવિશાળ ને લગ્નનાં સુખદ વાવડ લાવી.
કુટુંબ કબીલામાં,નવા ઇતિહાસની ખુશી લાવી.
દિવાળી આવી.જુઓ દિવાળી આવી.............
ને ભેદ-ભાવનો થશે નાશ.
રહેશે એક સમાન દીકરી ને દીકરો.
આપી ન્યાય,સ્ત્રીનાં જીવન ને ઉગારો.
દિવાળી આવી.જુઓ દિવાળી આવી............
🖊️જયા.જાની.તળાજા. "જીયા."