Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

29.10.26.
આ સોમવારે 26.10 ના અહીં ગુડગાંવ વાલ્મિકી જયંતીની રજા હતી. સ્કૂલો, સરકારી સંસ્થાઓ બંધ. પુત્રને પ્રાઇવેટમાં ઓફિસ ચાલુ હતી પણ એણે રજા મૂકી અને અમે સૂરજકુંડ ફરીદાબાદ પાસે ત્યાંનો પ્રખ્યાત ઇન્ટરસ્ટેટ મેળો જોવા ગયાં. એની વાત કાલ કે પરમદિવસે.

આજે અહીં કરવા ચોથ છે. એનું એટલું તો મહત્વ છે કે સ્કૂલોમાં (બધી શિક્ષિકાઓ રજા પર હોય એટલે?) સ્કૂલો બંધ. ટાવર ની લોન બાળકોના કિલકિલાટથી ગુંજે છે. બધાં સૂઈ ઊઠી રમવા નીકળી પડ્યાં છે.
ગઈકાલે એ કોમન ગાર્ડન માં મહેંદી મુકાવવા સ્ત્રીઓ વચ્ચે મોટી ચટાઈ પાથરી, માજીઓ ખુરશીઓ મૂકી બેઠેલી. કરવા ચોથ વખતે સ્ત્રીઓ લગ્ન મંડપની દુલ્હન જેવી તૈયાર થાય છે. ગમે તે ઉંમરની.
તેઓ આખો દિવસ નિર્જળા ઉપવાસ કરે છે અને સાંજે ચંદ્ર ઊગે એટલે ચાળણીમાંથી પતિનું મુખદર્શન કરી અન્ન લે. એ પહેલાં વ્રતની કથાઓ અને મોટો ઉત્સવ અમારાં ટાવરના વીસેક બ્લોક, દરેક 12 માળનો, એમાં તો છે જ, આખું ગુડગાંવ આ ઉત્સવમય છે.
મંદિરો અને ફુલની દુકાનોમાં કોઈ ડેકોરેટેડ મટકીઓ અને મીંઢળ ને મળતી ઈંઢોણી જેવી ચીજો કરવા ચોથના સામાન તરીકે વેંચાઈ રહી છે. ઉપયોગ જોવો પડશે.
રસ્તાઓ આ સમયે ટ્રાફિકથી છલકાતા હોય એ નોર્મલ કે સહેજ ઓછો ટ્રાફિક છે.
બીજું કોઈ ફેસબુક પોસ્ટ્સ અને વોટ્સએપ મેસેજો દ્વારા જાણ્યું કે આજે ગુડગાંવ, નોઇડા, દિલ્હી ની બેંકોમાં પણ જ્યાં સ્ટાફ પુરતો હોય ત્યાં ઘણી લેડીઝ રજા પર છે અને બીજે પુરુષો ખેંચી લઈ તેમને લંચ અવર બાદ ઘેર જવા દે છે! ગ્રાહકો પણ સમજે છે કે આજે સમજો ગુજરાતના દિવાળી બેસતાં વર્ષ જેવો તહેવાર છે એટલે બેંકમાં ઓછા હતા, સહકાર આપતા હતા.
મને તો આ નવું લાગે ને? ગુજરાતમાં આ નથી. મારી શ્રીમતી અને પુત્રવધૂ કરવા ચોથ નહીં કરે કેમ કે કચ્છ સૌરાષ્ટ્ર ના નાગરોમાં આ વ્રત નથી. કોઈક પોસ્ટમાં વાંચ્યું કે હવે ફિલ્મો જોઈ ગુજરાતમાં પણ કરે છે. ક્યાંક વાંચ્યું કે અમુક પતિઓ પણ પત્ની માટે હવે કરવા ચોથ કરે છે.
અરે ઊઠીને પહેલું મુખ એનું જ જોવાનું હોય અને ગુજરાતની સંસ્કૃતિ, એમાં પણ મારી નાગરી સંસ્કૃતિમાં સ્ત્રીને વધુ માન આપે જ છે. પછી એ બતાવવા વ્રત શું કામ?
આ ઉપરથી એક આડ વાત યાદ આવી. અરવિંદ વૈદ્ય ના નાટક નોખી માટી નોખાં માનવી માં નાયકને પક્ષઘાત થઈ જાય છે, એનું બોલેલું એટલું અસ્પષ્ટ હોય છે કે કોઈ સમજી ન શકે પણ એની પત્ની દરેક શબ્દ સમજી શકે છે. મારી એ મારું મોં જોઈ મગજમાં શું ચાલતું હશે એ આસપાસની કોન્ટેક્ષ્ટ પર થી કળી જાય છે. એ કરવા ચોથ.
આ ઉત્સાહ ભર્યાં વ્રતના ફોટા મૂકું છું. એક પુરોહિત સામૂહિક પૂજા કરાવી રહ્યા છે, મોટી ચટાઈ જે લાલ રંગની જ હોવી જોઈએ, એ પર શણગારેલી સન્નારીઓ બેઠી છે. મોટે ભાગે લાલ સાડીમાં જ સજ્જ છે. એક બહેને પોતાની પૂજા થાળીનો ફોટો લેવા દીધો. તો જુઓ કરવા ચોથ ઉજવણી.
સારું, એક ઉત્સવ જોવા મળ્યો.

Gujarati Blog by SUNIL ANJARIA : 112040245

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now