Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગી
ઈશ્વરે આપેલ
એક એવો "કોયડો" છે,
જે ઉકેલી શકે, એનું જીવન
ધન્ય બની જતું હોય છે, અને
એને ઉકેલવા માટે પાછો,
ઈશ્વરે આપણને સૌને,
ભરપૂર સમય
પણ આપ્યો છે, છતાંય...
આપણા સૌ માંથી,
મોટાભાગના લોકો,
લોભ, લાલચ, દેખાદેખી, ઈર્ષ્યા અને અહમની ઝપટમાં આવીને,
એને વધારેને વધારે
જટિલ બનાવી દેતા હોઈએ છીએ,
ને આપણે પોતેજ...
ન માત્ર આપણી જિંદગી,
આપણી ઈજ્જત,
સમાજનું વાતાવરણ, અને
આવનારી પેઢીની જીંદગીની પણ,
વાટ લગાવી દેતા હોઈએ છીએ,
પથારી ફેરવી નાખતા હોઈએ છીએ,
પત્તર રગડી નાખતા હોઈએ છીએ,
અને આટલું થઈ ગયા પછી પણ....
આંખો ખૂલે તો સારું,
પરંતુ....એમાંથી ફરી ઊભા થવાને બદલે,
લગભગ લોકો,
બચી કુચી જિંદગીને....
હિંમત હારીને પછી,
આપણી જિંદગીને,
નિરાશા, અને હતાશામાં ધકેલી દઈએ છીએ,
માટે,
જો આપણને આપણા જીવનમાં
ઈશ્વરે સુખ આપ્યું હોય તો,
વધારે પડતાં હરખમાં આવી
અવળે રસ્તે ન જઈએ, અને
જો આપણે દુઃખી હોઈએ ત્યારે,
એમાંથી બહાર નીકળવા માટે,
કોઈ ખોટું પગલું,
ખોટું વ્યસન કે પછી,
ખોટા રસ્તે ન જઈએ.
"સમજાય એ બધા લોકોને વંદન
અને જે લોકોને ના સમજાય એવા
તમામને સમજવા માટે વિનંતી"

Gujarati Thought by Shailesh Joshi : 112040454

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now