Gujarati Quote in Motivational by Vibhuti Desai

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ઉડાન ગ્રૂપ*

*ટાસ્ક ક્રમાંક: ૧૯*
*વિષય:-મેં જાતને લખેલ પત્ર*
*સમય મર્યાદા : તા.૩૧/૧૦/૨૬*
*૧) સ્પર્ધકનું સર્ટિફિકેટ માટેનું નામ:-*વિભૂતિ દેસાઈ, ઘાસવાલા.
*૨) શબ્દ:-* ૨૭૩
*૩) શીર્ષક:-* ચલ મનવા
*૪) રચનાની સંખ્યા ક્રમાંક:-*૧

હ્રદયસ્થ વિભૂ.
આપણે તો ઈશ્વર કૃપાથી કુશલમંગલ જ એ માટે દિલથી પ્રભુનો આભાર.
તને નવાઈ લાગશે કે આજે આ વળી કેમ નવું!પત્ર મોકલ્યો. આમ તો આપણે રોજ વાત કરીએ જ. મારે દિલ ખોલવાનું એટલે મન સાથે, મારી જાત સાથે એટલે કે સ્વ સાથે વાત કરવાની.
હે મનવા! હું તારી સાથે ગમે તે વાત કરું કોઈને ખબર ના પડે અને હું હળવી ફુલ થઈ જાઉં, પરંતુ આજે મને એમ થયું કે ચાલને આજે વાર્તાલાપ ન કરતા એને કાગળ પર સ્થાપિત કરું અને ઉપાડી કલમ.કાગળ કલમનું મિલન થતાં જ ખુશ ખુશાલ કલમ કાગળ પર દોડવા લાગી.
જોને વિભૂ, હું તારી સાથે જ્યારે પણ સમય મળે, ખાસ કરીને જ્યારે રાત્રે ઊંઘ ન આવે ત્યારે કેટલી બધી વાતો કરું અને એ ભેંકાર રાત્રી ક્યાં પસાર થઈ જાય તે ખબર પણ ન પડે અને હું તો તરોતાજા!
કેટલીક વખત કોઈ કંઈ કહી જાય ત્યારે ન બોલવામાં નવ ગુણની જેમ ચૂપ રહું, પરંતુ ગુસ્સો તો પારાવાર આવે ત્યારે મનમાં ને મનમાં હું એને બરાબરની ખખડાવું અને જાણે એને બોલતી બંધ કરી દઉં અને આમ હું મનનો ગુસ્સો ઠાલવું એટલે આ વિભૂતિ પાછી તરોતાજા.
આમને આમ મનવા તારી સાથે વાત કરીને હું મગજથી તંદુરસ્ત છું અને રહીશ એટલે જ તો આ ૭૬ વર્ષે પણ હું બિચારી બાપડી નથી.
ચલ મનવા આપણે બરફીલા પહાડોની મુલાકાતે જઈએ. ન ટિકિટની ઝંઝટ, ન એક પૈસો ખર્ચવાનો.
ફરીથી તારો આભાર. મારી ગાંડી ઘેલી વાતો સાંભળવા માટે. જબ તક શ્વાસ હૈ હમ સાથ સાથ હૈ.
લિ. તારી જ વિભૂ.



*બાંહેધરી* આ કૃતિ મારી સ્વરચિત છે.

Gujarati Motivational by Vibhuti Desai : 112040518

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now