વાઘ બારસ કે વાક્ બારસ ઉત્સવ શા માટે?
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
દિવાળી પર્વની શરૂઆતનો પહેલો દિવસ એટલે "વાઘ બારસ"(જેને વાક્ બારસ પણ કહેવાય છે).આ તહેવાર આસો વદ બારસ (કાર્તિક કૃષ્ણ પક્ષ દ્વાદશી) ના દિવસે ઉજવવામાં આવે છે.વાઘ બારસ વિશેની મુખ્ય બાબતો નીચે મુજબ છે.વાક્ બારસ (વાણીનો દિવસ): 'વાક્' એટલે વાણી.આ દિવસે માતા સરસ્વતીની આરાધના કરીને આખા વર્ષ દરમિયાન વાણીથી થયેલી ભૂલો કે દોષોનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે."ગૌવત્સ દ્વાદશી/વસુ બારસ"આ દિવસે ગાય માતા અને વાછરડાની પૂજા કરવામાં આવે છે.સ્ત્રીઓ પોતાના સંતાનોના સુખ અને દીર્ધાયુ માટે 'નંદિ' નું વ્રત કરે છે.આ દિવસથી ગુજરાતીઓમાં ઘરના ઉંબરા પૂજવાની અને દિવાળીના શુભારંભની શરૂઆત થાય છે.ઘરને આંગણે અને ટોડલે માટીના કોડિયાં બનાવી દિવેલથી દીપક પ્રગટાવે છે. સૂરત બાજું એકાદશીના દિવસથી આ વિધિ થાય છે.અને ઘરને આંગણે ચોક સફાઈ કરી વિવિધ રંગો વડે રંગોળી ચીતરે છે.ફળીયા કે સોસાયટીમાં આ અંગે હરિફાઈ યોજાય છે.આસોપાલવના પાન વડે દરરોજ તોરણ બનાવી બારણે બંધાય છે.ઘરના ત્રાબા-પિત્તળની લોટીમાં જળ ભરી ઉંબરાને ચોખ્ખો કરી,સાથિયો,ૐ નામનાં ધાર્મિક પ્રતીક વડે ઉંબરા પૂજન થાય છે.વેપારીઓ આ દિવસે પોતાના જૂના હિસાબો કે ખાતાવહી પર નજર કરે છે,સાથે સાથે દિવાળી પછીની "લાભ પાંચમ"સુધી નવી એન્ટ્રી કરતા નથી.ભારતની પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં પશુ-ધન અને જાન-માલની રક્ષા માટે "વ્યાઘ્ર દેવ"ની પૂજા કરવાની પણ પરંપરા છે.
આપ સૌ મિત્રોને આજના આ વાક્ બારસ કે વાઘ બારસના ઉત્સવને ખાસ કરી બહેનોને આપણી આ સંસ્કૃતિ આગળ ધપાવવા અનુરોધ છે.
- સવદાનજી નરસિંહજી મકવાણા(વાત્સલ્ય )