તપ કરી તનને કષ્ટ આપ, એ જ તો ધ્યાન છે,
શુદ્ધ વિચારી મન સ્થિર કર, એ જ તો ધ્યાન છે,
ખિસ્સામાંથી શબ્દો ઓછા ખર્ચ, એ જ તો ધ્યાન છે,
વાણીમાં સંયમ ને મીઠાશ ભર, એ જ તો ધ્યાન છે,
ક્રોધને મૌન થકી હરાવ, એ જ તો ધ્યાન છે,
અહંકારના પડળને સાફ કર, એ જ તો ધ્યાન છે,
ભૂલોનો સ્વીકાર કરી સારો બન, એ જ તો ધ્યાન છે,
સત્ય - અસત્યનો ભેદ પારખ, એ જ તો ધ્યાન છે,
કોઈનો કદી ન હક છીનવ, એ જ તો ધ્યાન છે,
કોઈનું કદી ન દિલ દુભાવ, એ જ તો ધ્યાન છે,
નિઃસ્વાર્થ ભાવે સત્કર્મ કર, એ જ તો ધ્યાન છે,
દ્વેષ ને તિરસ્કારથી મુક્ત થા, એ જ તો ધ્યાન છે,
સૌમાં ઈશ્વર દર્શન કર, એ જ તો ધ્યાન છે,
સૌમાં ઈશ્વર દર્શન કર, એ જ તો ધ્યાન છે.
મનોજ નાવડીયા