કોઈપણ સંબંધમાં
તું મારી પર વિશ્વાસ રાખ
બોલવાની જરૂર ક્યારેય નથી પડતી, એમાં તો, પરસ્પરનો મૌન વ્યવહાર જ કામ કરતો હોય છે, અને જ્યાં પરસ્પર આ ભાવના નથી અનુભવાતી,
કે પછી ભવિષ્યમાં આ ભાવના પર
કોઈ આંચ આવે છે, તો એ પ્રેમનું
અપમાન કરવા બરાબર છે, અને
પ્રેમનું અપમાન એટલે
ઈશ્વરની દેનનું અપમાન, કેમકે
જીવન અને પ્રેમ એ ઈશ્વરે
મનુષ્યને આપેલ અમૂલ્ય ભેટ છે.