એક પણ માણસ એવો નથી
જેને
જીવનથી કોઈ ફરિયાદ નથી,
( અહીં વ્યાજબી ફરિયાદોની વાત છે )
આપણે જેને ફરિયાદ કહીએ છીએ એ,
હકીકતમાં આપણા અંદરથી જાગેલી ઈચ્છા હોય છે,
જેને આપણે પુરી કરવા માંગીએ છીએ, પરંતુ
મોટાભાગની ફરિયાદો, અહીંથી જ શરૂ થાય છે,
જેમકે,
સૌથી પહેલાં તો આપણે એને પૂરી કરવા માટે, એમાં લાગતો સમય અને મહેનત વિશે વિચાર કર્યા વિના જ,
આપણે હાઈપર અને તત્પર બની જઈએ છીએ,
આપણને એ વખતે માત્રને માત્ર પેલા પક્ષીને આંખની જેમ,
માત્ર આપણી ઇચ્છા જ દેખાય છે,
આ સમયે આપણને એ વાતની ખબર નથી પડતી કે,
માત્ર પક્ષીને આંખ દેખાવાથી, નિશાન નથી લાગતું,
એના માટે ધનુષ જોઈએ, બાણ જોઈએ, અને એનીયે વિશેષ કે,
ધનુષબાણ ચલાવવાની આવડત જોઈએ,
આપણે પહેલાં, એમાં પારંગત થવું પડે,
અને એના માટે સૌથી વધારે જેની જરૂર પડે છે, એ છે સમય, સમય આપવો પડે.
કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ કે,
જીવનમાં
"હાર" ન જોઈતી હોય તો,
આપણે....
"રાહ" જોતા તો શીખવું જ પડશે.

Gujarati Thought by Shailesh Joshi : 112041402

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now