અસ્વીકરણ: આ રચના સંપૂર્ણ પણે કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ કે ઘટના સાથે સીધો સંબંધ નથી. આ ઉપરાંત કોઈની ધાર્મિક કે આધ્યાત્મિક લાગણી દુભાઈ એવો હેતું નથી કે નથી કોઈ ઐતિહાસિક તથ્યોને બદલવાની એષણા. આ રચનાને માત્ર મનોરંજન તરીકે માણવા વિનંતી... આ કથાની પૃષ્ઠભૂમિ ભારત, જે સ્વયંની શોધ અને કેટલાંય રહસ્યો માટે જાણીતું છે. આ ભૂમિ પર જન્મી કે બહારથી આવી જીવતું દરેક વ્યક્તિ આજીવન જીવનનું સત્ય શોધવાનો પ્રયત્ન કરે છે. જૂદાં જૂદાં માર્ગે પરમજ્ઞાન મેળવી જીવનની સર્વોચ્ચ અવસ્થા પામવા સંઘર્ષ કરે છે. કેટલાય રહસ્યો ઉજાગર કરવા જીવન સમર્પિત કરી દે છે. છતાં રહસ્યો અને જિજ્ઞાસા નો અંત જ નથી. આ કથા પણ એક જિજ્ઞાસુ પાત્ર રવિની આસપાસ વણાયેલી છે. એની એક જિજ્ઞાસા એનાં જીવનમાં શું પરિવર્તન લાવે છે તે જોઈએ.
કવચ - ૧
અસ્વીકરણ:આ રચના સંપૂર્ણ પણે કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ કે ઘટના સાથે સીધો સંબંધ નથી. આ ઉપરાંત કોઈની ધાર્મિક આધ્યાત્મિક લાગણી દુભાઈ એવો હેતું નથી કે નથી કોઈ ઐતિહાસિક તથ્યોને બદલવાની એષણા.આ રચનાને માત્ર મનોરંજન તરીકે માણવા વિનંતી....___________________પ્રસ્તાવના:આ કથાની પૃષ્ઠભૂમિ ભારત, જે સ્વયંની શોધ અને કેટલાંય રહસ્યો માટે જાણીતું છે. આ ભૂમિ પર જન્મી કે બહારથી આવી જીવતું દરેક વ્યક્તિ આજીવન જીવનનું સત્ય શોધવાનો પ્રયત્ન કરે છે. જૂદાં જૂદાં માર્ગે પરમજ્ઞાન મેળવી જીવનની સર્વોચ્ચ અવસ્થા પામવા સંઘર્ષ કરે છે. કેટલાય રહસ્યો ઉજાગર કરવા જીવન સમર્પિત કરી દે છે. છતાં રહસ્યો અને જિજ્ઞાસા નો અંત જ નથી. આ કથા પણ ...Read More
કવચ - ૨
ભાગ ૨: એક પ્રશ્નનો ઉદયકર્ણની દાનવીરતાની આ કથા રવિએ સેંકડો વાર વાંચી હતી, સાંભળી હતી. પણ આજે, આ સૂર્યમંદિરના તેના મનમાં એક એવો પ્રશ્ન ઉદ્ભવ્યો જે પહેલાં ક્યારેય નહોતો આવ્યો."દાન તો લઈ લીધું," તે ધીમા અવાજે, જાણે પોતાની જાતને જ પૂછી રહ્યો હોય તેમ બબડ્યો, "પણ... પછી ઇન્દ્રએ એ અભેદ્ય કવચ અને કુંડળનું કર્યું શું હશે? શું દેવલોકમાં કોઈ કબાટમાં મૂકી દીધા? કે પછી સમુદ્રમાં ફેંકી દીધા? કે પછી આ પૃથ્વી પર જ ક્યાંક છૂપાવી દીધાં?! આટલી અદ્ભુત અને શક્તિશાળી વસ્તુનો અંત આટલો સામાન્ય તો ન જ હોઈ શકે."આ પ્રશ્ન કોઈ સામાન્ય વિચાર નહોતો. એ એક બીજ હતું જે ...Read More
કવચ - ૩
ભાગ ૩: પડછાયાનું પદાર્પણકોણાર્કના મંદિરમાં ગાયત્રી અશ્વ સાથે થયેલો એ દિવ્ય સંવાદ રવિના મન-મસ્તિષ્ક પર કોઈ મંત્રની જેમ અંકિત ગયો હતો. તે રાત્રે તે ગામની એક નાનકડી ધર્મશાળામાં રોકાયો, પણ તેની આંખોમાં ઊંઘ નહોતી. તેનું મગજ સતત એ જ વિચારોમાં ઘૂમરાઈ રહ્યું હતું : 'સૂર્ય કવચના સાત ટુકડા, સાત અશ્વોની રખેવાળી અને એક અજાણી, અંધકારમય શક્તિનો ખતરો.' આ બધું એટલું અકલ્પનીય હતું કે તેને હજી પણ લાગતું હતું કે કદાચ તે કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છે.તેણે બારીની બહાર જોયું. પૂનમની ચાંદનીમાં આખું ગામ શાંતિથી સૂઈ રહ્યું હતું પરંતુ તેને એ શાંતિમાં પણ એક અજ્ઞાત ભયનો અહેસાસ થતો હતો. ગાયત્રીએ ...Read More
કવચ - ૪
ભાગ ૪: ચંદ્રગિરિનો પડકાર"જ્યાં સાગર પર્વતને મળે, અને ચંદ્ર પોતાની શીતળતા ત્યાગી દે..."આ પંક્તિ રવિના મનમાં કોઈ ભૂલભૂલામણીની જેમ રહી હતી. આચાર્ય તક્ષકના અનુયાયીના હુમલા પછી તે સમજી ગયો હતો કે તેની પાસે સમય બહુ ઓછો છે. તે અંધારી શક્તિઓ કવચના ટુકડાઓની ગંધ પારખી ચૂકી હતી અને હવે તે કોઈ પણ ભોગે તેને મેળવવા પ્રયત્ન કરશે. બૃહતી દ્વારા અપાયેલો આ કોયડો માત્ર એક સંકેત નહોતો, પણ એક પરીક્ષા હતી.તેણે પોતાની સંશોધન વૃત્તિ કામે લગાડી. તે પોતાની લાઇબ્રેરીમાં, ભારતના પ્રાચીન ભૂગોળ અને પૌરાણિક સ્થળોના નકશાઓ અને ગ્રંથો વચ્ચે ખોવાઈ ગયો. "જ્યાં સાગર પર્વતને મળે," આ પંક્તિ તો ભારતના પૂર્વ અને ...Read More
કવચ - ૪
ભાગ ૪: ચંદ્રગિરિનો પડકાર"જ્યાં સાગર પર્વતને મળે, અને ચંદ્ર પોતાની શીતળતા ત્યાગી દે..."આ પંક્તિ રવિના મનમાં કોઈ ભૂલભૂલામણીની જેમ રહી હતી. આચાર્ય તક્ષકના અનુયાયીના હુમલા પછી તે સમજી ગયો હતો કે તેની પાસે સમય બહુ ઓછો છે. તે અંધારી શક્તિઓ કવચના ટુકડાઓની ગંધ પારખી ચૂકી હતી અને હવે તે કોઈ પણ ભોગે તેને મેળવવા પ્રયત્ન કરશે. બૃહતી દ્વારા અપાયેલો આ કોયડો માત્ર એક સંકેત નહોતો, પણ એક પરીક્ષા હતી.તેણે પોતાની સંશોધન વૃત્તિ કામે લગાડી. તે પોતાની લાઇબ્રેરીમાં, ભારતના પ્રાચીન ભૂગોળ અને પૌરાણિક સ્થળોના નકશાઓ અને ગ્રંથો વચ્ચે ખોવાઈ ગયો. "જ્યાં સાગર પર્વતને મળે," આ પંક્તિ તો ભારતના પૂર્વ અને ...Read More
કવચ - ૫
ભાગ ૫: મરુભૂમિનું મૃગજળઆકાશમાં, વાદળોની ઉપર, ઉષ્ણિકની પીઠ પર સવારી કરવી એ રવિ માટે એક અવર્ણનીય અનુભવ હતો. નીચે કોઈ નકશાની જેમ પથરાયેલી હતી અને પવનનો સુસવાટો જાણે કોઈ પ્રાચીન સંગીત ગાઈ રહ્યો હતો. ચંદ્રગિરિના ખડક પરથી લગાવેલી મોતની છલાંગ એક દિવ્ય ઉડાનમાં પરિવર્તિત થઈ ચૂકી હતી. ભયનું સ્થાન હવે આશ્ચર્ય અને સાહસની ભાવનાએ લઈ લીધું હતું."આપણે ક્યાં જઈ રહ્યા છીએ, ઉષ્ણિક?" રવિએ પૂછ્યું, તેના શબ્દો પવનમાં ભળી રહ્યા હતા."એક સુરક્ષિત સ્થાન પર, જ્યાં તું આગામી સંકેતને સમજી શકે," ઉષ્ણિકનો શાંત અને ગહન અવાજ સીધો તેના મનમાં ગુંજ્યો. "તક્ષકના અનુયાયીઓ હવે વધુ સતર્ક અને વધુ ક્રૂર બનશે. તેઓ હવે ...Read More