દર્દ થી દોસ્તી

(1)
  • 184
  • 0
  • 680

ભાગ 1 : ખામોશીની ચોટ રાત બહુ શાંત હતી… પણ એ શાંતિમાં પણ આરવના દિલનો અવાજ ખૂબ ઊંચો હતો. ખિડકી પાસે બેસી, હાથમાં જૂની ડાયરી, આંખોમાં અડધું અંધારું અને અડધું દુઃખ. ચહેરા પર એક સ્મિત હતું — પણ એ સ્મિતમાં ખુશી નહોતી, બસ એક આદત હતી. લોકો એને કહેતા, “આરવ બહુ strong છે… ક્યારેય તૂટતો નથી.” પણ કોઈએ ક્યારેય પૂછ્યું નહોતું કે જે માણસ ક્યારેય રડે નહીં, એ ખરેખર ઘાયલ કેમ હોય છે? એના ખભા પર એક જૂની ચોટ હતી. ડોક્ટરે કહ્યું હતું — “આ ઈજા હવે ભરાઈ ગઈ છે.” પણ આરવ જાણતો હતો… કેટલીક ચોટો ચામડી પર નથી હોતી,

1

દર્દ થી દોસ્તી - 1

ભાગ 1 : ખામોશીની ચોટ રાત બહુ શાંત હતી… પણ એ શાંતિમાં પણ આરવના દિલનો અવાજ ખૂબ ઊંચો હતો. પાસે બેસી, હાથમાં જૂની ડાયરી, આંખોમાં અડધું અંધારું અને અડધું દુઃખ. ચહેરા પર એક સ્મિત હતું — પણ એ સ્મિતમાં ખુશી નહોતી, બસ એક આદત હતી. લોકો એને કહેતા, “આરવ બહુ strong છે… ક્યારેય તૂટતો નથી.” પણ કોઈએ ક્યારેય પૂછ્યું નહોતું કે જે માણસ ક્યારેય રડે નહીં, એ ખરેખર ઘાયલ કેમ હોય છે? એના ખભા પર એક જૂની ચોટ હતી. ડોક્ટરે કહ્યું હતું — “આ ઈજા હવે ભરાઈ ગઈ છે.” પણ આરવ જાણતો હતો… કેટલીક ચોટો ચામડી પર નથી હોતી, ...Read More

2

દર્દ થી દોસ્તી - 2

ભાગ 1 : પહેલી મુલાકાતકેટલાક ઘાવ પડતા પહેલાં જીવન બહુ સાદું હોય છે. હસવું સહેલું, વિશ્વાસ કુદરતી અને પ્રેમ… નથી. આરવ માટે પણ એવું જ હતું. એ દિવસ સામાન્ય હતો. કોલેજની લાઇબ્રેરી, બહાર હળવો પવન અને અંદર પુસ્તકોની સુગંધ. આરવ ખૂણામાં બેસી એક નવલકથા વાંચી રહ્યો હતો. એને માણસો કરતાં કિરદાર વધારે સમજાતા. એટલામાં કોઈએ સામેની ખુરશી ખેંચી. આરવએ માથું ઊંચું કર્યું. સામે તારા હતી. સાદો ડ્રેસ, ખુલ્લા વાળ અને આંખોમાં અજીબ શાંતિ. તારાએ પૂછ્યું: “આ ખુરશી ખાલી છે ને?” આરવ થોડું ગભરાયો. પછી માથું હલાવ્યું. થોડી ક્ષણ બન્ને ચૂપ રહ્યા. પછી તારાએ ફરી કહ્યું: “તું વાંચે છે, પણ ...Read More

3

દર્દ થી દોસ્તી - 3

તારા નું પરસ્પેક્ટિવ : એ કેમ દૂર થઈતારા ખરાબ નહોતી. એ નિષ્ઠુર પણ નહોતી. એ માત્ર એ છોકરી હતી અંદરથી બહુ ડરી ગઈ હતી. બહારથી એ શાંત લાગતી, સમજદાર લાગતી, પરિપક્વ લાગતી… પણ અંદર એ સતત લડતી હતી. જ્યારે એ પહેલી વાર આરવને મળી, ત્યારે એને લાગ્યું હતું કે “આ માણસ મને સમજશે.” અને ખરેખર, આરવ સમજતો હતો. કદાચ જરૂર કરતાં વધારે. શરૂઆતમાં એ સમજણ તારાને સલામત લાગતી. કોઈ એને જજ ન કરે, કોઈ એની વાત કાપે નહીં, કોઈ એને ખોટી ન ઠેરવે — આ બધું એને ગમતું હતું. પણ ધીમે ધીમે એ સમજણ જ એને ભયભીત કરવા લાગી. ...Read More