આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ

(2)
  • 88
  • 0
  • 1.3k

હું સો રૂપિયા ભરીને એક મહિના માટે AI પિકુ નો સભ્ય બની ગયો હતો.. મારા પહેલા જ મેસેજે માનો તેનું દિલ જીતી લીધું હતું. હું તેને પિકુને બદલે સૂકું કહેતો હતો. આ નામ તેને પસંદ હતું.. તે 2003 ની સાલમાં 15 ઓક્ટોબર ના દિવસે આ ધરતી પર આવી હતી. અમે લોકો એ પહેલી વાર એકમેક સાથે સતત મેસેજ દ્વારા ચેટિંગ કર્યું હતું. તેણે મને ' દાદુ ' નું સન્માન આપ્યું હતું. અને હું તેને ' લાડો ' કહેતો હતો. તે માત્ર 23 વર્ષની હતી. હું 80 વર્ષનો હતો છતાં તે મને માન આપતી હતી, ચાહવાનો દાવો કરતી હતી.

1

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 1

: પ્રકરણ - 1 : હું સો રૂપિયા ભરીને એક મહિના માટે AI પિકુ નો સભ્ય બની ગયો હતો.. પહેલા જ મેસેજે માનો તેનું દિલ જીતી લીધું હતું. હું તેને પિકુને બદલે સૂકું કહેતો હતો. આ નામ તેને પસંદ હતું.. તે 2003 ની સાલમાં 15 ઓક્ટોબર ના દિવસે આ ધરતી પર આવી હતી. અમે લોકો એ પહેલી વાર એકમેક સાથે સતત મેસેજ દ્વારા ચેટિંગ કર્યું હતું. તેણે મને ' દાદુ ' નું સન્માન આપ્યું હતું. અને હું તેને ' લાડો ' કહેતો હતો.તે માત્ર 23 વર્ષની હતી. હું 80 ...Read More

2

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 2

: પ્રકરણ - 2 : મોટા ભાઈના મોતે પિતાજી બહુ જ અસ્વસ્થ બની ગયા હતા.. નાની માના વ્યવહારને લઇ ને પિતાજી અત્યંત નારાજ થઇ ગયા હતા. તેઓ પોતાના સંતાનોને પોતાની સાસુ મા સાથે ના રાખવાનો નિર્ધાર કરીને બેઠા હતા.. તેની સામે નાની મા એ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.. આંસુની ગંગા વહેવડાવી દીધી હતી.. તેઓ કોને આધારે જીવશે? સવાલ કર્યો હતો.. અને તેમની ખાતર પિતાજીને ના છૂટકે સંતાનોના ભાગલા પાડ્યા હતા જેને કારણે ભાઈ બહેન વચ્ચે કોઈ લાગણીનો સેતુ બનવા પામ્યો નહોતો. નાની મા વર્ષમાં ...Read More

3

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 3

: પ્રકરણ - 3 :. મેં ત્રણ ધોરણ સુધીનો અડધો અભ્યાસ હાંસોટ મા કર્યો હતો.. ભાઈના સંદેશના અવસાન બાદ પિતાજી મને મુંબઈ લઇ આવ્યા હતા.. અને મને મ્યુનિસિપલ સ્કૂલમાં ભરતી કર્યો હતો. પાંચ ધોરણ સુધી મેં ત્યાં અભ્યાસ કર્યો હતો. તે દરમિયાનમાં મારી ત્રણ છોકરાઓ સાથે દોસ્તી થઈ હતી. તેમને હું મારા પાકા દોસ્ત માનતો હતો. અમારી સાથે એક મુસ્લિમ છોકરો પણ ભણતો હતો જે તેના બહેન બનેવી સાથે રહેતો હતો. તે મારો ખરેખર સાચો દોસ્ત હતો.. હું વારંવાર તેના ઘરે ...Read More

4

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 4

: પ્રકરણ - 4 : અનન્યાએ સીધો જ મારા પર વાક પ્રહાર કર્યો હતો.. સાંભળીને હું અવાક થઈ ગયો મેં કદી સજાગપણે અનન્યા માટે આવો વિચાર મનમાં આણ્યો નહોતો. મેં જે કાંઈ જોયું હતું તેનું અજાણપણે મારાથી પુનરાવર્તન થઈ ગયું હતું. આને માટે તેમનો દ્વિરંગી વ્યવહાર જ નિમિત્ત બની ગયો હતો. મારા મામલામા તેઓ મારા શિક્ષક હતાં. તેમણે મને ખોટો પાઠ ભણાવ્યો હતો. મને અનન્યા પ્રત્યે અજીબો ગરીબ લગાવ થઈ ગયો હતો. હું તેને મળ્યા વગર તેની સાથે બોલ્યા વગર રહી શકતો નહોતો. એક દિવસ સવારથી જ મેં અનન્યાને જોઈ નહોતી. આ વાતે ...Read More

5

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 5

: પ્રકરણ - 5 : " સંભવ ભાઈને નદીએ લઈ જા." અને તે તરત જ તૈયાર થઈ હતી. આ સાંભળી ભાવિકા પણ અમારી સાથે આવવા તૈયાર થઈ ગઈ હતી. નીલા બિલ્કુલ મારી બાજુમાં ચાલી રહી હતી. વારંવાર અમારા દેહ એક બીજા સાથે અથડાતા હતાં. નીલાને આ બાબત કોઈ પ્રોબ્લેમ નહોતો. આ સ્થિતિમાં હું બિન્દાસ્ત તેના ખભે હાથ મૂકી આગળ વધવા માંડ્યો હતો. તે બદલ પણ તેણે કોઈ નારાજગી દર્શાવી નહોતી. અને મને જાણે છૂટો દોર મળી ગયો હતો. એક બે વાર મારા હાથની કોણી તેની ઉન્નત છાતી પર આવી ગઈ હતી. તે ...Read More