ધડકન તો બસ એક બહાનું છે
દિલમાં આપનું સ્થાન છાનું છે

- રૂષિલ

નથી પ્રેમ અને તો’ય આ લાગણી છે
તમારી દુઆઓમાં પણ માગણી છે

કહીશ આપની ઝંખના કેટલી છે!
અમે ક્યાં તમારી ના ને ના ગણી છે

ન સ્વપ્ન જ સેવ્યું હતું કઈ તમારું
અમે કલ્પનાની ય રેખા ગણી છે

ઉજાસ આપના ચેહરાનો છવાયો
ને ઝુલ્ફો ની ઘનઘોર સો સો ગણી છે

- રૂષિલ

Read More

મંઝીલ પર પહોંચવાને જરા વાર છે
રસ્તામાં હજી તો ઠોકરો હજાર છે

તમારા જૂડાનું આ એક જ ફૂલ
લાગે છે આખા ચમનનો સાર છે

કોઈ પણ દિશામાં એ બુલંદ છે
આકાશ જેમ કેટલાય નિરાધાર છે

આ નદી ના વળાંક ને એની ધાર
જાણે કે જોઈ કો નમણી નાર છે

જ્યારે બધા જ તાર છે તૂટેલા
કેમ વાગી રહ્યું હદયનું સિતાર છે

રૂષિલ એને મનાવ્યા વિના પાર નથી
કારણ અહી મહોબ્બત અપાર છે

- રૂષિલ

Read More

પ્રેમ એટલે કે તારી આંખોનાં અજવાળે દીપી જતા મારા સો લાખ લાખ રાતો ના દીવડા..
પ્રેમ એટલે કે તારા વિનાની સાંજોનાં સરી જતા મારી આંખડીયેથી ડબ ડબ આસુંડા..
પ્રેમ એટલે કે તારી વાતોની યાદીથી ખીલી જતા મારા આ જીવતરના રંગ રંગ કેસૂડા..

- રૂષિલ

Read More

કવિ છું હું તો કવિતા લખું છું
અશ્રુ વહે છે સરિતા લખું છું

- રૂષિલ

ઉપર જેના તું કહે છે ખ્વાબ રાખું છું
નયન એ ક્યારેય પાંપણો જોતા નથી

સુગંધો ને એ શ્વાસોમાં ભરી લે છે
બગીચો પરાયો કે આપણો જોતા નથી

- રૂષિલ

Read More

બની જાય તો આજ જીવંત ઘર
મળી જાય પ્રેમ આપનો ઉમ્રભર

બની જાય ચાલાક એમય બને
પડી જાય નાદાન ને જો ખબર

સુધારો તો મારામાં હું લાવતે
પહેલા તો લાવું હું થોડી સબર

પહેલા સફાઓ બહારે ભર્યા
પછીનાં બધા નીકળ્યાં પાનખર

- રૂષિલ

Read More

તું મળ તો એકવાર
અનુભવ કરાવું હું
ઉમડકો દિલનો યાર

- રૂષિલ

દુનિયામાં એવી કોઈ રીત નથી
કે તમને મનાવી શકું..
દુનિયામાં એવી કોઈ જીત નથી
કે તમને હરાવી શકું..

- રૂષિલ

किसी ने इश्क़ कर के उसे मुकम्मल कर लिया
...वरना हकीकत तो ये है सब अधूरा रह जाता है

- ऋषिल