એક છત્રી નીચે
આપ્યો'તો એણે હાથ એક છત્રી નીચે,
ને પલળ્યાં બંને સાથે એક છત્રી નીચે....
વાત વધી વરસાદમાં એક છત્રી નીચે,
બે રાહીને મળી મંઝિલ એક છત્રી નીચે...
ગુફતેગુ બની ગઈ કોલ એક છત્રી નીચે,
જન્મારાનો સાથ હવે એક છત્રી નીચે...
મળે આંખ ને હસે હોઠ એક છત્રી નીચે,
અહીં તું જ મારો ચાંદ આ એક છત્રી નીચે...
લાગે વધુ સુંદર તું હોય એક છત્રી નીચે,
હવે આપણું આકાશ એક છત્રી નીચે...
વરસજે ધોમધોકાર તું એક છત્રી નીચે,
માઝમ રાતને પણ માણું એક છત્રી નીચે...
તારી હોય તો ય ફગાવીને આવ એક છત્રી નીચે
ઉનાળો હોય કે ચોમાસું પલળવું એક છત્રી નીચે..
©Archiyat