#kavyotsav

એક સવારે હુ નઇ હોવ,ને મારા પછી પણ સવાર થશે,
મારી વણકહી કેટલીયે વાતો તારી સામે બેસી તને ટગર ટગર જોશે,
મારા શબ્દોના અધૂરા અર્થો તને સવાલ પૂછશે ને મારા સવાલો સજીવ થઈ હસી પડશે..તારા ભીતર,
તારી અત્તરની સુગંધમા તારા શર્ટના તૂટેલા બટનમા,ચા ની ચૂસ્કીમા બધે જ હુ હોઈશ પણ તને પ્રત્યક્ષ નહી થાઉ,
અરીસા પર ચોડેલી એ બિંદીઓ પર પણ આજે તને વહાલ આવશે,
તારી સાથે કકળાટ કરવાવાળુ કદાચ કોઈ નહી હોય,
તારા કાને મારી દલીલો ને આંખે સહેજ ઝળઝળિયા હશે,
એક ક્ષુબ્ધ ડૂમો ડૂસકુ બની વરસી પડશે,

એક સવારે હુ નઇ હોવ,ને મારા પછી પણ સવાર થશે!

-Nikee

Gujarati Shayri by Nikee gami : 111033546
Ketan 8 years ago

khubaj srs..

Ssndeep 8 years ago

..... 'ને પછી હુ નહી હોવ અને એજ સવાર , બપોર , સાંજ ની રોજીંદી ઘટમાળમાં તુ અને સૌ જોતરાય જશે ....

Kamlesh Khuman 8 years ago

જોરદાર?????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now