'નવસંકલ્પ '

હવે લાગણી ના ઘોડા પૂરમાં તણાવુ નથી,
મારે દિલમાં કોઈ રિક્ત નામ રાખવું નથી .

સ્મૃતિ ભૂતકાળની યાદ રાખવી નથી,
એને સંઘરી રાખી મન ને દુર્બળ બનાવવું નથી.

અન્યની અપેક્ષા મુજબનું જીવન જીવવું નથી ,
અને મારી અપેક્ષા મુજબનું કોઈ વર્તે એવું ઇચ્છવું નથી.

કોઈ આવે સંગાથે હંમેશ એવી આશા રાખવી નથી,
અને મારે મારા પ્રભુ નું સ્મરણ ભુલવું નથી!

ડૉ.સેજલ દેસાઈ

Gujarati Shayri by Dr Sejal Desai : 111035118
Ssndeep 8 years ago

જય શ્રીકૃષ્ણ

ધબકાર... 8 years ago

વાહ...ખુબ સરસ....આ જ જીવનની રીત બનાવો...નવા સપનાઓ સાથે નવી દુનિયા વસાવો...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now