તમે પુસ્તકો કેમ ખરીદો છો?

Gujarati Questions by Mahendra Sharma : 111039750
Kamlesh 8 years ago

એક પુસ્તક બરાબર સો સાચા મિત્ર....

shadow 8 years ago

સર, બની શકે તો જુલે વર્નના બીજી નોવેલ મુકજો ને.. મિખાઈલ સ્ટ્રોગોવ,80 દિવસમાં પ્રુથ્વીની પ્રદક્ષિણા,સાગર સમ્રાટ,લાઇટહાઉસ,તરતુ મહાનગર,બુલેટ ટ્રેન. વગેરે..

Tanvi Tandel 8 years ago

રોજ એક પુસ્તક ના વાંચું તો મને ઊંઘ ના આવે. મને પુસ્તક સાથે સમય વિતાવવો ખૂબ ગમે. વાંચન ની ટેવ મને મારા કાર્યક્ષેત્ર માં ઉપયોગી છે સાથોસાથ મારો અંગત મિત્ર. નાની હતી ત્યારથી આજદિન સુધી વાંચન નો શોખ એટલો પ્રબળ બન્યો છે કે હવે દરેક સમયે નવું નવુ વાંચન કરવું એ જ મારી મનગમતી પ્રવૃત્તિ.

Ravindra Sitapara 8 years ago

જો તમારે લેખક બનવું છે તો પ્રથમ વાચક બનવું પડશે. પુસ્તકોમાં તમારી કલ્પનાઓને યોગ્ય દિશાઓ મળી રહેશે. માત્ર સજાવવા માટે નહી પણ વાંચવા માટે પુસ્તક લો. મારી પાસે બહુ પુસ્તકો નથી પણ સ્કૂલની લાઈબ્રેરીમાં જ પુસ્તકો વાંચી લઉં છુ. અલગ અલગ પુસ્તકોનું મહત્ત્વ એક સમાન નથી હોતુ. વિશ્વનાં મહાપુરુષોનાં ચારિત્ર્ય ઘડતરમાં પુસ્તકોનો બહુ મોટો ફાળો છે.

shadow 8 years ago

પુસ્તકના વાંચનથી નવી દુનિયાનો અહેસાસ થાય છે..?

હરિ... 8 years ago

પુસ્તક વાચવાંથી મને નવું નવું જાણવા મળે...માટે...

aateka Valiulla 8 years ago

પુસ્તક એક એવિ અનોખી દુંનયા છે...જે કદાચ કડવી વાસ્તવિકતા થી થોડી દુર સફર કરાવે...નવા રોમાંચ માં લઈ જાઇ...પુસ્તક બોલતું નથી. પણ ઘણુ બધુ કહી જાઇ..જે માંગતું કાઈ નથી..પણ ઘણુ બધુ આપી જાઇ છે.. એટ્લે એનાં થી પરમ મિત્રા કોંઈ નહીં..

Simran Jatin Patel 8 years ago

બુક્સ મારી બેસ્ટ ફ્રેન્ડ છે.... તે ક્યારે કોઈ ફ્રેન્ડ ની જેમ ડિમાન્ડ નય કરતી કે..... મને છોડી ને પણ નથી જતી.... મારી પાસે જ રહે છે હમેંશા.....

Maylu 8 years ago

પુસ્તકો ખરીદીને વાંચવાથી એક અલગ દુનિયાનો અહેસાસ થવા લાગ્યો છે ...માટે...

Tiya 8 years ago

આમ તો વાંચનનો શોખ પૂરો કરવા ... પણ કેહવાય છે કે સારા પુસ્તકો શ્રેષ્ઠ મિત્રની ગરજ સારે છે ....

Nirav Patel SHYAM 8 years ago

પુસ્તક ખરીદતા મને એમ લાગે કે હું એક નવો મિત્ર બનાવી રહ્યો છું.

ધબકાર... 8 years ago

જિજ્ઞાસા વૃત્તિ સંતોષવા...

HINA DASA 8 years ago

પુસ્તકો નું વળગણ છે માટે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now