spring Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

spring bites

#Spring
પંખી બેઠાં ગરમાળે
ટહૂકા દેછે ડાળે ડાળે
વસંત આવે થનગનતા નાદે
ગુંજન કરે કલરવતા સાદે
આમ્રકુંજમાં મંજરી મ્હોરે
પ્રણયભીની પરાગ ફોરે
પંચમ સ્વરે કોયલ ટહૂકે
સુણી અંતર ખુશીથી છલકે
મધુકર કરે પુષ્પ સંગ ગુંજન
બંધાઈ જાય પ્રીતને બંધન
ખીલે ખીલે સઘળુંય ઊપવન
ઋતુરાજ વસંતનું થયું આગમન…
-કામિની

વસંતનાં આલિંગનની આ વાત છે.. કેસૂડાંનાં રંગની રંગીન આ વાત છે..

દુનિયા આપની બેરંગ જ સહી,
દુનિયા આપની વસંત(મુસ્કુરાહટ)થી દંગ છે

- Hitesh Parmar 'Parutesh'

© Hitesh Parmar
#Spring

तेरे आने से हर मौसम है मेरा ... तेरे जाने से हर मौसम बेमौसम लगता है
#Spring

#Spring
વાત ની વાત
તરુ છોડાવે પર્ણ.
વસંત મોજ

#spring
ખીલ્યાં છે ડાળે ડાળે વાસંતી ફૂલ રે,
કરે છે પગલાં રાધાજીના કંથ વસંતે રે!

હરિયાળી કરે કીર્તન મંત્રમુગ્ધ બની રે,
ગાય મધુર ગીતો કોયલ રાણી વસંતે રે!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Jigna ✍️

ફૂલને ફૂલથી મળવા તો દે,
પાનને ઝાકળ અડવા તો દે ,
સોનેરી કિરણો પડવા તો દે ,
મળે મારી ચાહને સાથ તારો
તો વનવગડે વસંત ખીલે .

કુમળી કુંપળો ખીલવા તો દે ,
કેસૂડે રંગ ભરવા તો દે ,

પલાશને મોકળાશે ખીલવા તો દે ,
મળે મારી પ્રીતને હાથ તારો
તો વનવગડે વસંત ખીલે

કેડીઓને પીળાશ પકડવા તો દે ,
સલૂણી સંધ્યાને લાલાશ મળવા તો દે ,
સૂકી ધરાને લીલાશ ધરવા તો દે,
મળે મારાં સ્નેહને શ્વાસ તારો
તો ખીલે વનવગડે વસંત .

પારિજાત, ચંપાને ખીલવા તો દે ,
વીણાના સૂર છેડાવા તો દે ,
કોકિલાને કૂજન કરવા તો દે ,
મળે મારા પ્રેમને સ્પર્શ તારો
તો વનવગડે વસંત ખીલે .

મને એકવાર કેફિયત કરવા તો દે ,
મારાં રૂદિયાનાં હાલ જણાવા તો દે ,
મનભરી પ્રણયના ફાગ ખેલવા તો દે મળે મારી ઈચ્છાઓને તારો સહારો
તો વનવગડે વસંત ખીલે.

હેતલ પટેલ . (નિજાનંદી )



#Spring

#Spring
ચુપ ચાપ જ ,
ખરીજવાનું પર્ણ,
વસંત આવે .

#Spring
ખીલતી રહી,
વસંત વગડામાં,
પકૃત પળી....હાઈકુ