પ્રેમ...
આંખોથી પ્રવેશી હૃદયમાં ઉતરે,
એવા પ્રેમની જરૂર છે મને !
બની ફૂલવારી જીવન મહેંકાવે,
એવા ફૂલની જરૂર છે મને !
લાગણી ભેળા વેદના સમજે,
એવા અંગતની જરૂર છે મને !
નીર બની તરસ છિપાવે,
એવી સરિતાની જરૂર છે મને !
રહે શીતળ ચાંદ સમી,
એવી ચાંદનીની જરૂર છે મને !
રુહ જેની આ રુહમાં ભળે,
એવી સંગી ની જરૂર છે મને !
મિલન લાડ. વલસાડ.