The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
ચુંબન. ===== ઈન્ફ્રારેડથી લઈને વાયા બ્લુટુથથી જેન્ડર સુધીની સફરમાં અને આઈ-પી મેસેન્જરથી ફક્ત ડેટા ટ્રાન્સફરના થયેલા અનુભવ, કોઈ ઉર્મીઓ કે સ્પંદનો એ વોટ્સેપ ચેટથી કે મેસેજથી જાગેલી જીવવાની ખેવના. ઓરકુટથી લઈને વોટ્સેપ સુધી અને વાયા યાહુ મેસેન્જરથી લઈને વિડીઓ ચેટ સુધીની સફરમાં ટ્રાન્સફોર્મ થતાં સ્પંદનો કે ઉર્મીઓ, લાગણીઓ, ગમા અણગમા, છણકા, કે ગુસ્સામાં કરેલા ચેટની અદાઓના નિરાળા અનુભવ.,અને એ ચેટ દરમિયાન ચહેરાપર આવતા ભાવ/સ્માઈલ, એ બાજુમાં બેઠેલો કોઈ નફફટ નાલાયક મિત્ર દ્વારા વાંચી ગયેલા હોય અને તેના મોમાંથી નીકળી ગયું હોય કે.. “ઓહો! શું વાત છે?. કોની સાથે ચેટ કરી રહ્યો છે?” એની એ એક મજા છે, પણ પણ પણ... ચુંબન! બસ આજે એનીજ વાત કરીશ, એક રીસર્ચ મુજબ બાળક માતાના ગર્ભમાં હોય ત્યારેજ તેની ચુંબન કરવાની શૈલી ઘડાઈ જાય છે. એ લેફટી હોય કે રાઈટી, પણ એવીજ રીતે તેની નક્કી થતી ચુંબન શૈલીની ભાત/છાપ હોય છે. એ રાઈસ ફ્રાઈડ ખાતી વખતે ક્યારેક એના હોઠ ઉપર એકાદ રાઈસનો દાણો હીંચકા લેતો હોય અને એ બેસ્ટ મોકો હોય છે, જાહેરમાં એના હોઠ સુધી હળવેથી હાથ પહોંચાડી ને સ્પર્શ કરવાનો. અને એ નિર્દોષ અદામાં એની આંખોમાં જોવાનો. અને ક્યારેક એકાંતમાં લસલસતા ભીના હોઠનો ખારો સ્વાદ પણ મીઠો લાગતો હોય છે. એ કદાજ પ્રેમની ચરમસીમાથી થોડીક નીચેની થયેલી અનુભૂતી હશે! આવુંજ કંઇક હોતું હશે કદાજ એ બોડીનું ટેમ્પરેચર વધારી મૂકતું હશે! આ અનુભૂતિ કદાજ શબ્દોમાં ન પણ વાણી શકાય પણ જયારે આવું કંઇક વાંચીએ ત્યારે એ તાદ્સ થયેલો અનુભવ યાદ આવી જાય...આતો એમજ આજે આ ચુંબન દિવસના એમ થયું કે થોડુંક અહી હળવે શૈલીમાં મઠારીને મૂકી દઉં... તમામ મિત્રોને ચુંબન દિવસની શુભેચ્છાઓ.. #_નીલેશ_મુરાણી . (ફોટો સોર્સ:- ગુગલ.)
Kuch or nahi mila
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser