બસ હવે હસવું નથી, રડવું નથી,
છેક પાસે છે છતાં અડવું નથી.
એ હશે ઉપર તો નીચે આવશે,
કોઈ સીડી પર હવે ચડવું નથી.
એટલા નિઃશેષ થાવું છે હવે,
કે હવા ને પણ હવે નડવું નથી.
સ્થિત પ્રજ્ઞા ને કરી છે એટલે,
ડર નથી, લડવું નથી, પડવું નથી.
એ રીતે સંતાઈ જાઓ હે મ.જો.,
જાત થી પણ જાત ને જડવું નથી.

- સુભાષ શાહ

Gujarati Blog by Manoj : 111110308

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now