જરાય ના ઘર કાળુ રાખો
બધે જ બસ અજવાળું રાખો

ઝંઝોળી દો જાતને આખી
જાતમાં ના કોઇ જાળું રાખો

સવારમાં દો ગાયને રોટી
સાંજને ટાણે વાળુ રાખો

શત્રુના પણ આંસુ લૂશે
એટલું મન મર્માળું રાખો

કોક ભૂખ્યાને મળે રોટલી
એ માટે એક ટાણું રાખો

Gujarati Shayri by Pravin.. : 111146934

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now