#ધારણા_અભિપ્રાય

તમે કોઈ વિષે અભિપ્રાય આપો છો કે ફક્ત ધારણા જ બાંધો છો. તમને થશે ફરક શું અને આવું કેમ પૂછું છું ખરું ને ? આપણે અત્યારે જે સોશ્યલ માધ્યમ નો ઉપયોગ કરીએ છીએ એમાં આપણે આ બે વસ્તુ નો ઉપયોગ ભરપૂર કરીયે છીએ અને એનો ઉપયોગ કરી આપણે જે તે વ્યક્તિ કુંડળી પણ કાઢી લઈએ છીએ એવું માનીએ છીએ અને આ સ્વાભાવિક રીતે વણાય ગયેલ છે. કઈ રીતે ખરું ને સવાલ તો થાય જ વ્યાજબી છે તો સાદું જ ઉદાહરણ આપું તો કોઈ પણ વ્યક્તિ નું ફેસબુકમાં સ્ટેટ્સ જોઈ આપણે એના સ્ટેટ્સનો તાગ મેળવી લઈએ છીએ અને કહીયે છીએ કે ઓળખી હવે કે ઓળખ્યા હવે. એ અભિપ્રાય બાંધી લીધો અને આ અભિપ્રાય આપણે આપણી સમજ શક્તિ થી બાંધતાં હોઈએ છીએ. અભિપ્રાય અને ધારણા ને બહુ ઊંડો સંબંધ છે આમ કહીયે તો એક બીજા ના પૂરક છે. ધારણા બાંધતાં બાંધતાં ક્યારે આપણે અભિપ્રાય આપવા લાગીએ છીએ એ ખ્યાલ રહેતો નથી અને ઘણી વખત ધારણા થી અભિપ્રાયમાં ઘણાં લોકો વગર વિચારે સહમત થતાં જાય છે અને પછી એ અભિપ્રાય થી વ્યક્તિ કેવી છે એનો ચિતાર રજૂ થાય છે. વાત બહુ નાની છે આપણે કોઈ ના એકાદ બે વર્તન થી પુરા વ્યક્તિત્વનું ચિત્ર તૈયાર કરી લઈએ છીએ. પાછું એ આપણી સુધી સીમિત રાખતાં નથી એને દરેક જગ્યા એ પ્રદર્શિત કરીયે છીએ. ધારણા ક્યારેક ખોટી પણ હોય અને એના દ્વારા ઉદભવેલ અભિપ્રાય તો સાચો હોવાની શક્યતા જ નથી. પણ ધારણા ને આપણે અભિપ્રાય ના રૂપ માં રજુ કરીયે છીએ. મારા ધારવા મુજબ નહીં આપણે તો નિર્ણય જ થોપીએ છીએ. અને આ ધારણા એટલે કે પરસેપશન અને નિર્ણય અભિપ્રાય એટલે ઓપીનીયન વચ્ચેનો ભેદ ભૂલી જઈએ છીએ. (#MMO )

કોઈ ના વર્તન, ફોટો, સ્ટેટ્સ કે લખાણ વિશે તમે તમારું પરસેપશન એટલે કે ધારણા ને જાહેર કરી શકો પણ તમે જજમેન્ટલ ન થઈ શકો અને ઓપીનિયન પણ ન જ આપી શકો. એ જે તે વ્યક્તિ પ્રત્યે દગો કરો છો. એક પાતળી એવી ભેદ રેખા સમજવાની છે કે ધારણા તમારી હોય પણ અભિપ્રાય કોઈ વ્યક્તિ ના વ્યક્તિત્વ નો હોય જેનો તમને કોઈ હક નથી. દરેક વ્યક્તિ નું પોતાની આગવી શૈલી હોય છે, પરિસ્થતિ શું હશે તે વ્યક્તિના જીવનમાં તે પણ વિચાર્યા વગર તેના વર્તન ઉપરથી બંધાયેલ અભિપ્રાય ક્યારેય સત્ય સાથે જોડાયેલ ન પણ હોય કારણ આપણે એ જ જોશું જે આપણું મન આપણને જોવા ની સૂચના આપશે. સોશ્યલ મીડિયા માં બહુ ઓછા લોકો જે છે તે જ અહીં ફેસબુક વોટ્સ એપ કે બીજા પ્લેટફોર્મ પર છે બાકી અહીં ના વ્યક્તિઓ ને કળવા અઘરા છે.

પરસેપશન પર્સનલ હોય પણ જજમેન્ટલ બનશો તો એની અસર વ્યાપ બનશે અને તમારો ઓપીનીયન બનશે.
કોઈ આપણી માટે અભિપ્રાય આપે તો એ એની ધારણા છે એવું માની લેવું અને આ વસ્તુ નો જવાબ કઈ રીતે આપવો એ આના પછી ની પોસ્ટ માં જણાવીશ.. કઈ રીતે કોઈના અભિપ્રાય ને ધારણા માની એની અવગણના કરવી.

#મારા વિશેની #ધારણા કે #અભિપ્રાય અહીં #કૉમેન્ટ માં મૂકી શકશો...

Gujarati Blog by Matangi Mankad Oza : 111231592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now