આજકાલ માણસો મનુષ્યને પ્રેમ કરવાને બદલે ઈશ્વરમાં આસ્થા વધારે રાખે છે, જીવતા જાગતા ઈશ્વર જેવા માણસની કિંમત નથી કરતો અને મૂર્તિરૂપી રહેલા ઈશ્વરના ગુણગાન ગાય છે, દેવ જેવા મા-બાપ ને વૃદ્ધાશ્રમમાં કે ઘરના કોઈ ખૂણામાં એકલા મૂકી અને તીર્થધામની યાત્રા પર જાય છે, શું એ યાત્રાઓ સફળ થાય ખરી ? ખુદ ઈશ્વરે જ કહ્યું છે કે હું જીવ માત્રમાં છું તો પછી મૂર્તિમાં રહેલા એ દેવને પૂજવાનો શુ અર્થ ? હા દરેક વ્યક્તિની આસ્થા મંદિરમાં ટકેલી છે એ વાત સાથે હું સહમત છું, હું પોતે પણ મંદિરમાં દર્શન માટે જાઉં છું, પણ આંધળા બની અને ઈશ્વરમાં તલ્લીન થઈ પોતાના સ્નેહીઓનું પણ સારું ના ઇચ્છનારો માણસ ક્યાં જઈ અને સુખી થશે ?????

મંદિરની બહાર તમારું બાળક કોઈ 50 રૂપિયાની વસ્તુ માટે રડતું હશે તમે અને મારી સમજાવી અને છાનુ રાખશો... પણ જે ઈશ્વર તમારી પાસે કઈ નથી માંગતો એ ઈશ્વરના મંદિરમાં રહેલી દાનપેટીમાં તમે 100ની નોટ અર્પણ કરી દેશો....

પોતાનું કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હશે તેના શોક સંસ્કારમાં તમારા માથે રહેલા વાળ સારા નહિ દેખાવ એ શરમમાં નહિ ઉતારો પણ જો તિરુપતિ દર્શનાર્થે જવાનું થશે તો તમે હસતા મુખે પોતાના વાળ ત્યાં અર્પણ કરી ને આવશો અને કોઈ પૂછશે તો એક અભિમાન સાથે કહેશો કે "તિરુપતિ દર્શન કરી ને આવ્યો."

શું કામની એ ભક્તિ, એ આસ્થા, જો તમે જીવતા માણસ ને પ્રેમ ના કરી શકો તો તમને ઈશ્વર ને પ્રેમ કરવાનો કોઈ અધિકાર નથી..

#નીરવ_પટેલ "શ્યામ"

Gujarati Blog by Nirav Patel SHYAM : 111245835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now