અસ્તિત્વ શૂન્ય , હોય ભલે , દુનિયા માં
હેસિયત ખૂદ માં જ  હોશિયાર હોય છે;

હદની મગજમારી,  આ દુનિયા દારી ને,
બેહદ , મનોહારી , આનંદ રૂપે, હોય છે;

પામશે તેઓ જરૂર, ખોવાઈ જઈ ને ખૂદ,
ઓગાળી જાત ને, હાજરાહજૂર હોય છે;

બેશક ,ધરતી આકાશનું, મિલન કાલ્પનિક,
કલ્પના સ્વૈરવિહારી મન ,  રસપ્રદ હોય ‌છે

આનંદની અનુભૂતિ કરાવે , ખૂદ માં સહજ,
ત્યાગી દીધી આસક્તિ,ખૂદ  મસ્ત હોય છે;


========================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111273812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now