જેટલી વસ્તુ શ્રી કૃષ્ણથી છૂટી છે
એટલી તો કોઈથી નથી છૂટી.
કૃષ્ણથી એમની મા છૂટી,પિતા છુટયા,
પછી જે નંદ-યશોદા મળ્યા એ પણ છૂટ્યા.
સાથી મિત્ર છૂટ્યા.રાધા છૂટી. ગોકુલ છૂટ્યું,
પછી મથુરા છૂટ્યુ. કૃષ્ણથી જીવનભર
કાંઈક ને કાંઈક છુટતું રહ્યું.
કૃષ્ણ જીવનભર ત્યાગ કરતા રહ્યાં.