ખરેખર હું તો કંટાળી ગયો છું...
સૈ કોઇ પોતપોતાના અલગ અલગ મંતવ્યો લખતા હોયછે..
હવે કોનુ માનવું ને કોનુ ના માનવું એ જ સમજ નથી પડતી!
ફેસબુક ખોલો એટલે થઈ જાય ચાલુ આ કરો ને તે ના કરો...
ભાઇ તમે કઇ બિમારીથી પીડાવ છો!
તો આ ચીજ ખાવ જરુર સારુ થઈ જશે પણ ભુલથીયે પેલું ના ખાતા...
ભાઇ તમારા મકાનમાં તમે મંદિર કઇ બાજુએ મુક્યુ છે!
આ પુર્વ સાઇડે રાખો ઘણો જ લાભ થશે પણ ભુલથીયે પશ્ચીમ સાઇડે ના રાખતા નહી તો ઘરમાં અશાન્તિ ફેલાઇ જશે...
ભાઇ તમને રાત્રે બહું ખરાબ સ્વપ્નો આવેછે! તો ઓશીકા નીચે રોજ રાત્રે લોખંડનું એક ચપ્પુ મુકીને સુઇ જાવ ખરાબ સ્વપ્નો કયારેય નહી આવે પણ ભુલથીય લોખંડની કાતર ના મુકતા નહી સ્વપ્નો તમને આખી રાત ઉંઘવા નહી દે...
આ બધા એક સામાન્ય ટુચકા છે...
તેમ હવે આજકાલ કોરોના વાઇરસને લઇને પણ આવા ઘણા ટુંચકા આવતા હોયછે.
ભાઇ તમે જો વિન્ડો એસી વાપરતા હો તો બહુ જ સરસ કહેવાય પણ જો પેલું ઉપર દિવાલે ફીટ કરેલું મોર્ડન વાપરતા હોય તો કોરોના માટે બહુજ ખતરોછે હો...
ભાઇ ઘરમાં બનાવેલા માસ્ક વધુ મજબુત ને ટકાઉ હોયછે તેથી ઘરના બનેલા જ માસ્ક પહેરવા જોઇએ તેનાથી કોરોના વાયરસ નાકમાં જતો નથી પણ બજારવાળા માસ્ક ભુલથીય ના પહેરવા પાતળા ને વધુ ટકાઉ હોતા નથી...
ભાઇ બેની વચ્ચે ઓછામાં ઓછુ બે મિટર જેટલું સોશીયલ ડિસ્ટન્સ રાખવુ જરુરીછે કારણકે ઉદરસના છાંટા કયારેક બે મિટર સુધી પણ ઉડતા હોયછે પણ એક મિટર ડિસ્ટન્સ તો ઘણુ ઓછું કહેવાય...
ભાઇ તમે જેટલુ તળકામાં ઉભા રહેશો તેટલુ તમને વધારે સારુ રહેશે કારણકે વાયરસ ગરમીમાં બહુ વધારે જીવતો નથી માટે બહું છાંયે બેસી રહેવુ ના જોઇએ...
ભાઇ માસ્કનો વધારે ભાગ નાક કરતાં મોઢાં ઉપર વધારે રાખવો જોઇએ કારણકે કોરોનાના જીવાણું મોઢામાં જલદી પેશી જતા હોયછે કારણકે મોઢાનો ભાગ મોટો હોયછે જયારે નાકનો ભાગ નાનો હોયછે તેથી નાકથી તેને અંદર દાખલ થતા વાર લાગેછે...
બસ લોકો જે ને તે લખતા જ હોયછે
આ સારુ ને પેલું ના સારુ ભલે ગમે તે
પણ તમારુ મન કહે તે જ માનો....