જીતને "માન" સાથે અને હારને "અપમાન" સાથે જોડનારા,

"હરિફ" હોઈ શકે પણ, "સ્પર્ધક" તો નહીં જ.

#માન

Gujarati Thought by આશુતોષ : 111419952
આશુતોષ 7 years ago

હવે તમે સુજ્ઞ હોવ તો સમજી જશો એવી આશા.. હવે હું આપણી ..... ને અલ્પ વિરામ નહીં પણ પૂર્ણ વિરામ આપું છું... 🙏🙏🙏

આશુતોષ 7 years ago

નિરર્થક નિષ્ફળ નકામી વાત ને (વાદ) કહેવાય છે.. સંઘર્ષ નું સ્વરૂપ સર્જાતું હોય એને ( વિવાદ ) કહેવાય છે.. જેમા આત્મ કલ્યાણ સધાતું હોય અને ચિત્તની પ્રસન્નતા સોળે કળાએ અનુભવાતી હોય તેને "સંવાદ" કહેવાય છે..

Kamlesh 7 years ago

હા હા હા... નક્કી જ છે..... પહેંલા જ કહી દીધું છે..."ભીંતમાં શિંગડું ".... સ્મરણ શક્તિ ખુબ ક્ષિણ છે આપની... હોય હોય.... લોકડાઉન... લોકડાઉન...

Kamlesh 7 years ago

જાતે તો કોઇ ક્યાં કંઇ બની જ શકે છે??? એક અબુધ સિવાય...

Kamlesh 7 years ago

પહેલાં તો સરળ ઉત્તરની અપેક્ષા જ હતી... પરંતું એ ના મળ્યો એટલે શંકા થવી સહજ છે...અને એ શંકાઓનું ઉદ્દગમ પણ આપ જ છો ને??

Kamlesh 7 years ago

કોઇની સામે આંગળી ચીંધતા પહેલાં એ વિચારવું કે બીજી ચાર આંગળી પોતાની સામે પણ હોય છે,અને આ પોસ્ટને પણ આ વાત અક્ષરશઃ લાગુ પડે છે,તો એવા પ્રશ્નોનું સામે આવી અને ઉભા રહેવું સહજ છે... કે પહેંલા આપ કોણ છો? હરિફ કે સ્પર્ધક.... કે પછી બંન્નેમાંથી એકપણ નહીં?? અને આનો ઉત્તર ના આપતાં,ભિન્ન ચર્ચા કરે રાખવી અને ઉત્તર ટાળે રાખવો(કે ના હોવો) એ કેટલું યોગ્ય છે?

આશુતોષ 7 years ago

પ્રથમ નક્કી કરો "વિભુ" કે "જ્ઞાન" કે "ઉલટ તપાસ"... થાય થાય લોકડાઉન.. લોકડાઉન..

આશુતોષ 7 years ago

તમારું લક્ષ્ય જ્ઞાન પ્રાપ્તિ ક્યાં હતી જ "વિભુ" એ તો ઉલટ તપાસ હતી.. જેવું કર્મ એવું ફળ..

આશુતોષ 7 years ago

કંઈક જાતે બનવાનો પ્રયત્ન કરો બધું ભગવાન ભરોસે ના હોય"વિભુ" અને ઉલટ તપાસ શંકા ના દાયરામા આવે એની હોય. હું તો મારા સોમનાથ નો શ્રધ્ધાળું છું..તર્ક અને વિતર્કો ચાલે પણ "કુતર્ક" તો મહાદેવ ને પણ પસંદ નથી. યોગ્ય જવાબ માટે સવાલ પણ યોગ્ય હોવા જોઇએ..

Kamlesh 7 years ago

જ્ઞાન પ્રાપ્તિ તો ક્યાં થઇ જ...? "દ્રાક્ષ ખાટી "કહ્યું તો ખરું... પહેલાં જ...

Kamlesh 7 years ago

અભિલાષા નથી તો પ્રશ્ન જ કેમ??

Kamlesh 7 years ago

સાધો સાધો....

Kamlesh 7 years ago

હા હા હા... એય તમે નક્કી કરી લીધું... કે માફ નહી કરે???

Kamlesh 7 years ago

હા હા હા... મને શું બનાવવો એ તો મહાદેવ પર છોડ્યું છે... બાકી આપ જેને હેરાફેરી કહો છો એને અમારી સરળભાષામાં ઉલટ તપાસ કહે છે,અને એ અનિવાર્ય છે... એમાં ખોટું પણ શું છે...? કોઇ કંઇ કહે અને એ માની લેવું,એ તો મૂર્ખતા છે ને?? અને એટલે જ તો ઇશ્વરે તર્ક-વિતર્ક ની શક્તિ આપી છે મનુષ્ય ને... એમ કોઇપણ આવી ને કહે તો માની ના લેવાય... સવાલ-જવાબ,થાય... જો યોગ્ય જવાબ મા મળે તો ઉલટ તપાસ (પ્રશ્નોની હેરાફેરી )થાય... તોય જો ના સમજાય તો એ ના મનાય...

આશુતોષ 7 years ago

તો શું કહેશો સહનશીલતા માટે..? (મને ઉત્તર ની કોઈ અભિલાષા નથી) જણાવી તમારી પાત્રતા અને શ્રેષ્ઠતા નો પરિચય આપ્યો પ્રબળ ઈચ્છા ક્યાં ગઈ "વિભુ"..? અને જ્ઞાન પ્રાપ્તિ નું શું..? સાવ આવું ના હોય "વિભુ" તમને મારો મહાદેવ માફ નય કરે.

આશુતોષ 7 years ago

એનો અર્થ એ છે કે તમે હેરાફેરી ના બાદશાહ બનવા માંગો છો તો પછી એમજ થાઓ "વિભુ" મહાદેવ ના વરદાન સાથે મારી શુભકામના.. 🙏🙏🙏

Kamlesh 7 years ago

સત્ય વચન...

Kamlesh 7 years ago

મહાદેવ મનગમતા વરદાન આપે...

આશુતોષ 7 years ago

મહાદેવ નિશ્ચલતા નાં વરદાન આપે "વિભુ"

Kamlesh 7 years ago

હંમેશાથી...

Kamlesh 7 years ago

બાકી લાતમલાત... હા હા હા

Kamlesh 7 years ago

મહાદેવનું વરદાન છે...

આશુતોષ 7 years ago

એક વાત કહેવી હતી કે પ્રશ્નો ની હેરાફેરી કરવામાં તમને સારી એવી ફાવટ છે... .👌👌👌

આશુતોષ 7 years ago

દરેક સનાતન સત્ય દરેક ને સમજાતું નથી અને સમજાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય.. જેમ કે

આશુતોષ 7 years ago

તમે મને જ્ઞાની તો કહ્યો જ છે.. પણ તમારી વાત તમે નથી કરીએ જાણ્યા પછી જ જ્ઞાન ગોષ્ઠિ થઈ શકે બાકી.....

Kamlesh 7 years ago

ના મને ઉત્તરની કોઇ અભિલાષા નથી... બસ પાત્રતાની શ્રેષ્ઠતા આંકી રહ્યો હતો...

Kamlesh 7 years ago

બસ આપની સહનશક્તિની પરિક્ષા હતી...

આશુતોષ 7 years ago

મહાદેવ પર ભરોસો રાખો એ તમારો હાથ જરૂર ઝાલશે.. એમ જ થાઓ એવી પ્રાર્થના.. 🙏🙏

Kamlesh 7 years ago

હવે નજરની સમક્ષ હોય અને પ્રાપ્તિ ના થાય તો એવું લાગવું પણ સહજ છે...ખરું ને??

Kamlesh 7 years ago

સનાતન સત્ય...

Kamlesh 7 years ago

અને જ્ઞાનગોષ્ટીમાં ક્ષમાયાચના કે ક્ષમાપનને કોઇ સ્થાન નથી...

આશુતોષ 7 years ago

હાથમાં ન આવે એટલે દ્રાક્ષ ખાટી જ લાગે "વિભુ"

Kamlesh 7 years ago

સાધો... સાધો...

Kamlesh 7 years ago

એક કહેવત છે, " જ્ઞાની સે જ્ઞાની મીલે,કરે જ્ઞાન કે બાત, ગધે સે ગધા મીલે,કરે લાતમલાત..." બસ આગળ આપ સમજો જ છો...

Kamlesh 7 years ago

આપનામાં સરળ જ્ઞાન આપવાની ક્ષમતા હોવા છતાં આપે ના સમજાવ્યું તો એક અબુધની નિરાશા વ્યાજબી જ છે ને? અને દ્વેષ તો બે સમાન કે વિરોધાભાસી વચ્ચે હોય પ્રભુ... અને આપણી વચ્ચે એવું કંઇ છે જ નહીં.... અને રહી વાત મૂડની... તો જેને માગવું જ છે એને ક્યાં ખોટ છે??? આસુતોષ નહીં તો સોમનાથ સહી...સોમનાથ નહીં તો મહાદેવ સહી... જ્ઞાનની ટેલ નાખતા રહેવાનું... એકાદ તો હાથ ઝાલશે જ ને...? હા હા હા...

આશુતોષ 7 years ago

ભાવાર્થ મેં લખી મોકલ્યો છે.. ભૂલચૂક માફ "વિભુ"..🙏🙏 તમે જ્ઞાન અર્જિત કરવામાટે પ્રશ્ન કર્યો હોય એવું તમે કહો છો પણ એકના એક પ્રશ્ન પુછીને (જવાબ આપવા છતાં) પુછીને મજા લેતા હોય એવું સ્પષ્ટ જણાય છે. મારામાં તમને જ્ઞાન દેખાયુ એજ મારી શ્રેણી જણાવે છે... પ્રબળ ઈચ્છા સાથે પ્રચંડ પુરૂષાર્થ પણ હોવો જોઈએ તો જ કંઈક પામી શકાય

Kamlesh 7 years ago

જ્યારે રચના ના સમજાઇ અને આપે પણ સમજાવવાની અનિચ્છા દર્શાવી ત્યારે મુજ અજ્ઞાનીને તો એવું સમજવું રહ્યું ને કે," દ્રાક્ષ ખાટી છે"...

આશુતોષ 7 years ago

અમને એવું સમજાય છે વિભુ તમારી જીજ્ઞાસા જીદ મિશ્રીત જણાય છે.. ન હરિફ કે ન સ્પર્ધક તો પછી...?

Kamlesh 7 years ago

અને નથી એટલી સમજ તો નથી... એમાં શું...? કોઇ શિખીને થોડી આવે છે? અહિંયા આવી તર્ક વિતર્ક કરી કે પ્રશ્નોતરી કરીને જ જ્ઞાન પ્રાપ્તિ કરે છે ને બધાં..? આપનામાં મને જ્ઞાન દેખાયું તો લેવાની ઇચ્છા પ્રબળ થઇ... બસ એટલું જ...

Kamlesh 7 years ago

આપનો ભાવાર્થ ના સમજાયો,એટલે જ પ્રશ્ન ઉદ્ભવ્યો... અને પૂછી લીધો... કદાચ એજ મારી ચૂક...

Kamlesh 7 years ago

આ પ્રશ્નોની હારમાળા નથી પ્રભુ... એક જ પ્રશ્ન છે... અને હું બસ એક જીજ્ઞાસુ છું.. ના હરિફ કે ના સ્પર્ધક...

Kamlesh 7 years ago

અદ્દભુત

આશુતોષ 7 years ago

તમે જય મહાદેવ લખ્યું તેના પરથી અનુમાન લગાવી શકું કે તમને ગીતા નો આછો પરીચય તો હશે જ્યાં કૃષ્ણ અર્જુનને કહે છે કે કર્મ કરવું એ આપણું કર્તવ્ય છે. પણ ફળ ની અપેક્ષા રાખવી એ વધુ પડતુ છે..તમારે પ્રશ્ન નો જવાબ જોઈએ છે કે તમને ગમતો જવાબ જોઈએ છે. ?

આશુતોષ 7 years ago

મહાજ્ઞાની કીધો તે તમારી નમ્રતા છે પણ જ્ઞાન નું પ્રદર્શન કરું છું તેમા તમારો "દ્વેષભાવ " છલકાઈ છે.. અચ્છા તો તમે રહી રહી ને સમજ્યા ખરી.. પરંતુ વાંચક મહોદય જ્ઞાન, પૈસા, ને રોટલી ફેરવો તો જ વધે.. આ પણ સાંભળ્યું જ હશે.. અમને તમારો મૂડ ડાઉન સમજાય છે.. જય સોમનાથ..🙏🙏🙏

આશુતોષ 7 years ago

ત્યારે ભીંતમાં શિંગડું મારવા જેવો અનુભવ થાય છે.. જેના જવાબદાર આપણે સ્વયં હોઈએ છીએ.. અમને અમારી શ્રેણી નો ખ્યાલ છે જ.. નાસમજદાર ને હું સમજાવા નથી માંગતો ..અને રચના જો મનઘડન લાગે છે તો એમા આટલો રસ સેની માટે...? અને અર્થ જ સમજવાનો હતો તો પહેલો સવાલ એજ હોત.. મારી શ્રેણી સબંધીત નહીં.. ઝાઝી અપેક્ષા રાખવી નહીં.. અધિરા બની આવેશ મા ન આવવું... વાંચક મહોદય શ્રી તમારા સાધારણ પ્રશ્ન નો સાધારણ અને અઅસાધારણ બંને રીતે જવાબ આપ્યો છે ઉત્તર ઉત્તમ બનવા માટે જ પુછાય અને તેમા ઉત્સાહ હોય ઉતાવળ નહીં અને તમે મને....

આશુતોષ 7 years ago

તરફ જવા વાળાં છીએ એટલે ઢાળ નો તો પ્રશ્ન જ નથી... પણ હાલ તો તમે મજા લેવા માટે ઢાળ ઉભો કર્યો લાગે છે.. હું પણ માનું છું કે મજા આવે એવું લખવાનું.. પણ મર્યાદા પુર્વક અતિ અંતિમ હોય છે.. દરેક રચનાને સમજવા માટે માત્ર એના શબ્દો જ કાફી નથી એના અર્થ ભાવાર્થ અને રહસ્યાર્થ જાણવા નો પ્રયત્ન સ્વયં એ જ કરવો જોઈએ.. ન સમજાય એટલે લખનાર અઘરો છે કે અધુરો છે તેમ ન માનવું..ક્યારેક આપણે જ પ્રામાણિક પણે પ્રયત્ન નથી જ કરતાં.. બધું જ તૈયાર ન મળે.. આપડી જરૂરીયાત મુજબ આપડેજ એનું સર્જન કરવું પડે.. અને તેમ ન કરી શકીએ..

આશુતોષ 7 years ago

બંને શબ્દો પર્યાયવાચી છે.. બંને નો અર્થ એક થાય છે આ સ્થૂળ વાત છે.. સૂક્ષ્મતાથી વિચારિએ તો બંને મા ભેદ છે.. અને એ ભેદ આ મુજબ છે.. સ્પર્ધા માં અન્યોને હરાવા માટે જ જે મથતો રહે તે હરિફ.. અને જે સ્પર્ધા માં પોતાનું સારામાં સારું પરફોર્મન્સ આપવા માટે જોડાય તે સ્પર્ધક... બીજી વાત હરિફ પોતાના પક્ષની હાર કે જીત પચાવી નથી શકતો અને સ્પર્ધક ને બંને પરીણામ મા સંતોષ હોય છે. શ્રેષ્ઠ પરફોર્મન્સ કર્યાનો... અને હા એક પ્રશ્ન છે આપને કે આપ આ પ્રશ્નો ની હારમાળા મા હરિફ તરિકે કે......? અમે તો તલેટી થી શિખર..

આશુતોષ 7 years ago

સમજે એની માટે સાર્થક..ન સમજી શકે એની માટે નિરર્થક..

Kamlesh 7 years ago

સરળ ઉત્તર તો આપે જ નહીં... અંતે તો આપણે જ સમજી જવું પડે... અપિતુ લેખક શ્રેષ્ઠ,જ્ઞાન આપતાં વધે... ઓછું ના થાય... એવું પણ આપ જેવા જ્ઞાનીઓ પાસે ક્યાંક સાંભળ્યું હતું... હશે... સમજી શકાય છે... લોકડાઉન છે.. જય મહાદેવ....

Kamlesh 7 years ago

....તૈયાર કરવામાં આવ્યું છે,તો શું જે મજા આવે એ લખવાનું? ચાલો માન્યું કે આપ શ્રી એ ઉત્તમ લખ્યું છે, આને સમજાવશો જરા...? કે આ રચનાનો અર્થ શું થાય?? ચલો છોડો... યાર... હુંય ક્યાં ભીંતમાં શિંગડું મારવા માંડ્યો... જેને પોતાની શ્રેણી નક્કી કરતાં આટલો સમય લાગ્યો,અને હજુ નક્કી નથી કરી શક્યા (સમજાવી નથી શક્યા) તો આખી મનઘડન રચના નો અર્થ પણ કઇ રીતે સમજાવશે?? સાવ આવી અપેક્ષા નહોતી,લેખક શ્રેષ્ઠ... એક સાધારણ પ્રશ્નનો સાધારણ ઉત્તર જોઇતો હતો... પણ કહે છે ને કે,મહાજ્ઞાની હોય એ જ્ઞાન પ્રદર્શન કર્યા વગરનો સરળ

Kamlesh 7 years ago

જે વ્યક્તિ પોતાની શ્રેણી નથી જાણતો એ કઇ રીતે એક હરિફ અને સ્પર્ધક વચ્ચેનો ભેદ સમજી શકે...? જેને પોતાને જ નથી ખબર કે હું શામાં આવું છું એ માણસ માન-અપમાન,હરિફાઈની વાતો કરે છે... વ્હાલા,હરિફ જ ના હોય તો હરિફાઈ કહેવાય જ કેવી રીતે? ક્યાંક એવું તો નથી વિચારતા ને કે સ્પર્ધક અને હરિફ અલગ અલગ પડે છે? ઓ ભાઇ... આ બંન્ને શબ્દો પર્યાય છે. અને અર્થ બંનેનો એક જ થાય.... અરે આ તો એવી વાત થઇ કે "ઢાળ મળ્યો ને મઝા પડી"... ભાઇ માન્યું કે અહિંયા નવોડિયાઓને પોતાના વિચારો રજૂ કરવા માટેની તક મળે એવું પ્લેટફોર્મ તૈયાર..

Kamlesh 7 years ago

એટલે આપનું આજનું આ લખાણ નિરર્થક છે એમ ને???

આશુતોષ 7 years ago

કેમ તમે સારા વાંચક નથી... અમે તો વાંચકો નો નિર્ણય આખરી માનીએ છીએ.. પ્રેમ તો તેમાં વ્હેમ ના થાય..અને જો એમ થાય તો જીવન ઝેર થાય.. તમારા પ્રેમ નો સ્વિકાર પણ...... ભાઈ અત્યારે સમય તો સાવચેતી નો છે.. ચેતતો નર સદા સુખી.. સમયની સાર્થકતા માત્ર પ્રશ્નો અને પસ્તાવો કરીને ના થાય પ્રેમ પણ કરી શકાય.. પણ તમને એની માટે સમય નથી.. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અન્ય સવાલો પણ કરી શકાય રહી પ્રતિક્રિયા ની તો જેવી ક્રિયા તેવી પ્રતિક્રિયા...

Kamlesh 7 years ago

આ પણ ના સમજાયું બોલો... જરા વિસ્તારપૂર્વક સમજાવશો???

Kamlesh 7 years ago

સવાલ નું ઉદ્ગમ સ્થાન તો આપનું લખાણ જ છે ને??? અને હું તો નિશાળીયો જ છું...

Kamlesh 7 years ago

ના રે ના.... પ્રભુ... નક્કી કરનાર હું કોણ?? અને પ્રેમ તો પ્રેમ છે ને?? એકતરફી હોય કે દ્વિતર્ફી.. અને રહી વાત સમયની.. તો જય જય મોદી... સમય જ સમય... હું તો બસ આ સમય વ્યર્થ ના જાય અને કંઇક જ્ઞાન પ્રાપ્તિ થાય એ હેતુસર આપની સાથે પ્રશ્નોત્તરી કરી રહ્યો છું... મને શું ખબર કે આપ આવી પ્રતિક્રિયા આપશો...

આશુતોષ 7 years ago

પહેલા માણસ આદત ને પાળે છે.. પછી આદત માણસ ને પાળે છે..એટલે જરા સંભાળીને..

આશુતોષ 7 years ago

હા... આવું તો મારા મનમાં પણ ન હતું.. પણ શ્રેણી ને લય ને આપના મનમાં જ કેમ સવાલ થયો..? એટલે મને લાગ્યું કે ક્યાંક ગેરસમજ છે યા તો સવાલો કરતા રહેવાની તમારી સ્કુલ ટાઈમ ની આદત છે

આશુતોષ 7 years ago

મારી પોસ્ટ વાંચવા બદલ આભાર.. રહી વાત સંબંધની તો એક તરફી.. અને લખનાર ની શ્રેણી કઈ છે.. એ તમે નક્કી કરી ચુક્યા છો.. એ તમારી વાતોમાં પડઘાય છે.. બાકી આ દુનિયામાં લોકો ને કોઈની સામે જોવાનો સમય નથી.. છતાંય તમે મારી સાથે કેટલાય સમયથી વાત કરી રહ્યા છો..

Kamlesh 7 years ago

અરરર... આવું તો મારા મનામાં પણ નહોતું.... આપ શ્રીને કેમ આવું લાગ્યું?? નક્કી..... હવે મને ગેરસમજ થઇ રહી હોય એવું લાગી રહ્યું છે...

Kamlesh 7 years ago

પરંતુ આ તો મારો પ્રથમ પ્રશ્ન છે...ખરું ને??

Kamlesh 7 years ago

અરે... સાવ આવું ના કહી શકો આપ!!! મે આપની પોસ્ટ અક્ષરશઃ વાચી છે... તો આપણો આ સંબંધ તો છે જ... ઉપરાંત મારો પ્રશ્ન પણ બહારનો નથી,આ પોસ્ટને લગતો જ છે... કોઇ જીદ નહી,બસ એક જીજ્ઞાસા... કે આ લખનાર ની શ્રેણી કઇ છે? એમ...

આશુતોષ 7 years ago

તમને અનુભવ તો હશે જ.. કે સ્કૂલ મા વારંવાર સવાલ પૂછનાર વિદ્યાર્થીને ક્યારેક ટીચર જાણીને ટાળતા હોય છે.. એનો અર્થ એ નથી કે ટીચર તેને સમજાવવામાં અસમર્થ છે.. એવું પણ હોય વિદ્યાર્થી એ વાતને સમજવા અસમર્થ હોય..યાતો સમજવા માંગતો જ નહોય

આશુતોષ 7 years ago

માણસમાં અણસમજ ચાલે અસમજ ચાલે પણ ગેર સમજ ન ચાલે.. અને મને તમારો સવાલ ગેરસમજ થી ઉભો થયો હોય એવું લાગે છે..અથવા તો એ તમારી આદત લાગે છે..

આશુતોષ 7 years ago

પ્રથમ વાત તો એ કે આપણી વચ્ચે ન તો ગુરુ શિષ્ય ના સબંધ છે.. ન યો લેખક અને વાચકના.. વાચકને લેખક પાસે થી પૂછવાનો અધિકાર ખરો પણ એમા "જીજ્ઞાસા" હોવી જોઈએ "જીદ" નહીં.. બાકી તમને ખ્યાલ જ હશે સર્વ હક્ક લેખક ને આધીન

Kamlesh 7 years ago

હા લેખક શ્રેષ્ઠ... મારામાં એ સમજ નથી,તો આપ સરળ ભાષામાં સમજાવશો,...?

Kamlesh 7 years ago

વાંચક ના સમજી શકે તો પૂછીને સરળ ભાષામાં એ લેખક પાસેથી સમજવાને સંપૂર્ણ અધિકારી છે....ખરું ને??? જેમ શિષ્ય ગુરુના કોઇ ઉપદેશ કે જ્ઞાન ને ના સમજી શક્યો હોય તો એ પ્રશ્ન કરીને સરળ ભાષામાં સમજવાનો એને હક્ક છે જ ને? કે ગુરુ એમ કહી દેશે કે," જા બેટા મેં તને એકવાર સમજાવી દીધું,હવે તને ના સમજાયું તો એ તારી સમસ્યા છે... એવું હોય???

આશુતોષ 7 years ago

તમે સાવ મૂઢ તો નથી..અને મારી ભાષા જરાય ગૂઢ નથી.. એતો વાંચનાર ની સમજદારી ને આધારીત છે

Kamlesh 7 years ago

હા... સાવ સાચું... અમ જેવા મૂઢ આપની ગૂઢ ભાષા સમજવામાં સક્ષમ નથી... તો ફરી એકવાર સરળ ભાષામાં ઉત્તર આપવાનું કષ્ટ કરશોજી...

આશુતોષ 7 years ago

શ્રેષ્ઠ લેખક બનવા માટે શ્રેષ્ઠ વાચક બનવું પડે..અને શ્રેષ્ઠ વાચક ની નિશાની એ છે કે લખેલી વાત તો સમજે સાથે ન લખાયેલું વાંચી શકે ને સમજી શકે

આશુતોષ 7 years ago

અમે સરળતાથી ઉત્તર આપી દીધો છે.. પણ તમે ઉકેલી નથી શકતા..

આશુતોષ 7 years ago

મને મારામાં શંકા નથી એ પહેલાંજ કહી દીધું છે.. અને રહી વાત જવાબ આપવાની તો મે આપી ચુક્યો છું.. પણ તમે સમજી નથી શક્યા અથવા તો સમજવા નથી માગતાં..

Kamlesh 7 years ago

અને આમાં સમજવા સમજાવવા જેવું કંઇ છે જ નહી? એક સરળ પ્રશ્ન છે એનો સરળ ઉત્તર માગ્યો છે... ના આપવો હોય તો આપની ઇચ્છા...

Kamlesh 7 years ago

વાહ!!! તો આપ પોતે જ સંદેહમાં છો કે આપ કઇ શ્રેણીમાં આવો છો? કે પછી સરળ ઉત્તર આપતા નથી ફાવતું??

આશુતોષ 7 years ago

આપડી વચ્ચે ની આટલી વાતચીતમાં તમને સમજાય જવું જોઈએ કે અમે તમારો પ્રશ્ન સમજી જ ગયા છીએ.. આપને નથી સમજાયું એટલે જ સવાલ ઉભો ને ઉભો છે

Kamlesh 7 years ago

પરંતું આપણી આટલી ચર્ચા બાદ પણ પ્રશ્ન હજુ એમનો એમ જ છે... કદાચ આપ મારા પ્રશ્નને સમજ્યા જ નથી... "આમાંથી આપ કઇ શ્રેણીમાં આવો છો? " કે પછી "તટસ્થ છો?"

Kamlesh 7 years ago

સાચું...

આશુતોષ 7 years ago

મને મારામાં શંકા છે એવી વાત નથી.. ક્યારેક ઓવરકોન્ફીડન્સ પણ આપણા પર હાવી થઈ શકે છે.. અને આપને ખોટું કરી બેસીએ છીએ..

Kamlesh 7 years ago

વિશ્વાસની વાત છે જ ક્યાં? આ તો બસ જાણવાનું છે... બાકી આંતર્નાદ પર સંદેહ રાખનાર નક્કી દોષી જ હોઇ શકે...

આશુતોષ 7 years ago

પરીક્ષક પોતેજ નિરક્ષક બને ત્યારે પરિણામ પર કેટલો વિશ્વાસ કરી શકાય..?

Kamlesh 7 years ago

પોતાની શ્રેણી બીજા કઇ રીતે નક્કી કરી શકે... એ તો અંતરાત્મા જ કહી શકે કે સ્વયં કઇ શ્રેણીમાં છિયે...

Kamlesh 7 years ago

વાત શ્રેણીની છે.... જે આપે ઉપરોક્ત પંક્તિઓમાં દર્શાવી છે... બાકી શ્રેષ્ઠ તો આપ છો જ...

આશુતોષ 7 years ago

રહી વાત શ્રેણી ની તો એતો વાંચકો જ નક્કી કરતાં હોય છે..

આશુતોષ 7 years ago

હમેશા આગળની હરોળમાં બેસવાવાળા શ્રેષ્ઠ હોય જ એવું જરૂરી નથી.. શ્રેષ્ઠતા તો વિચારોમાં હોય છે..

Kamlesh 7 years ago

આપ કઇ શ્રેણીમાં આવો છો??? કે પછી કોઇ શ્રેણી જ નથી???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now