આજે મારા વિચારો માં જ
આ દીવાનખાના ને
વ્યવસ્થિત કર્યું,
મનમાં પૂછી પૂછી
વસ્તુ ઓ આમ થી તેમ બદલી ને ગોઠવી.....
પડદા બદલાવ્યા
પુસ્તકો ની લાઈબ્રેરી ગોઠવી
સોફા અને લેમ્પ ને
એક નવી જગ્યા આપી
ગાલીચો બદલી નાખ્યો
નવી કાર્પેટ ને સ્થાન આપ્યું
મન પ્રસન્ન થાય એવું શુશોભન થયું
એજ વખતે વધતાં
અટકી ગઈ
મન માં એક સવાલ ઉઠ્યો...
દરેક વસ્તુ પોતાની જગ્યાએ છે
આમાં મને ક્યાં ગોઠવું?
કેન્દ્રબિંદુ શોધુ છું....
જ્યાં હું સરખી રીતે બેસી શકું
એમ વિચારતી
બારી પાસે એમજ
બહાર તાકી રહી..
ખાલી આંખે....
એક ટુકડો આકાશનો....
#વધવું