Gujarati Quote in Funny by SUNIL ANJARIA

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માસ્ક તો પહેરવાજ જોઈએ. તેમાં પણ વિવિધતા લાવવા હવે માસ્ક સાથે 'હીરની દોરી' બંધાશે ને ઉપર નાની ઘૂઘરીઓ કાન થી નાક સુધી લટકશે. માસ્ક સાડી કે કમીઝ સાથે મેચિંગ હશે. નાકની વાળીની જેમ ગોલ્ડણ દોરીથી બાંધણી ડિઝાઇન વાળા માસ્ક સુંદરીઓનાં મુખ ઓર શોભાવશે.
અરે મેં પણ ચેકસ વાળા શર્ટ સાથે ચેકસ વાળો રૂમાલ બાંધેલો. સાલું ડાર્ક બ્લ્યુ કે બ્રાઉન શર્ટ સાથે એન95 સફેદ માસ્ક મેચ થાય હોં! માસ્ક પર બાળકો બે બાજુ બિલાડી કે વાઘ જેવી મૂછ ચીતરશે, બે સાઈડે સુંદર ચિત્રની પટ્ટી મારશે.
જુઓ તો ખરા, હસબન્ડ વાઈફ મેચિંગ માસ્ક પહેરીને નીકળ્યાં સમજો.
માસ્ક ફેશન એક્સેસરી બને તો સહુ ને ગમે.

Gujarati Funny by SUNIL ANJARIA : 111505714
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now