Free Gujarati Poem Quotes by Amit vadgama | 111609170

શીર્ષક:- દિવાળી

ઉત્સાહ ઉમંગ સાથે આવી દિવાળી,
ઓજસ 'ને અજવાળું લાવી દિવાળી,

સ્વાસ્થ અને વ્યસ્તતા વચ્ચે જજુમતા હતા,
હવે નવા ઢંગ સાથે આવી છે દિવાળી,

ઘણું નવું શીખવ્યું છે આ આ વર્ષે,
ફરી નવા જ્ઞાન સાથે આવી છે દિવાળી,

ફરીથી પુરાશે રંગોળીના રંગો જીવનમાં,
ફરી નવા રંગે રુપે આવી છે દિવાળી,

શુભકામનાઓ છે નવા વર્ષની બધાને,
ફરી સગા સંબંધીઓને મળવાની તક લાવી દિવાળી,

ઉત્સાહ ઉમંગ સાથે આવી દિવાળી,
ઓજસ 'ને અજવાળું લાવી દિવાળી,

----અમિત વડગામા "અટલ"

આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ🙏🙏

View More   Gujarati Poem | Gujarati Stories