#ટોપિકઓફધડે

'કિલોનોવા'

જયારે કોઈ તારો કે જે સૂર્યથી ૮ ગણો મોટો હોય તે સુપરનોવા ધ્વારા વિસ્ફોટ પામે છે ત્યારે તે તારાનું દ્રવ્યમાન ગ્રેવિટિને કારણે સંકોચન પામીને તે તારાના કેન્દ્રમાં જમા થાય છે! હવે તારાના કેન્દ્રમાં જો વધુ દ્રવ્યમાન જમા થાય તો કેન્દ્રમાં પણ ગુરુત્વીય બળ પ્રબળ બને છે કારણ કે જેનું દ્રવ્યમાન વધુ તેનું ગુરુત્વીય બળ પણ વધુ!

આ બ્રહ્માંડમાં દરેક વસ્તુ પરમાણુની બનેલી છે! આ પરમાણુમાં મુખ્યત્વે ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન રહેલાં છે! પરંતુ હાલ આપણે ઈલેક્ટ્રોન અને પ્રોટોન પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ! હવે તારો પણ પરમાણુઓનો જ બનેલો હોય છે તો હવે આ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન(અને ન્યુટ્રોન) રહેલો હોય છે જ્યારે આ પ્રોટોનની આસપાસ કક્ષામાં ઈલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. આ પ્રોટોન અને ઈલેક્ટ્રોનને મજબૂત પરમાણ્વિય બળ અલગ રાખે છે! પરંતુ અંતે સ્ટ્રોંગ ગ્રેવિટિ આ મજબૂત પરમાણ્વિય બળને તોડી નાખે છે અને અંતે ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે પ્રક્રિયા થાય છે અને આ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે પ્રક્રિયા થઈ ન્યુટ્રોનનું નિર્માણ થાય છે!
હવે આ તારાના કેન્દ્રમાં સતત ન્યુટ્રોન કણનું નિર્માણ થતું રહે છે તેથી આવા તારાઓને ન્યુટ્રોન તારા કહે છે!

હવે બ્રહ્માંડમાં રહેલા આવા જ બે ન્યુટ્રોન તારાઓ ગ્રેવિટિને કારણે ધીમે ધીમે એકબીજાની નજીક આવતાં જાય છે અને અંતે આ બંને ન્યુટ્રોન તારાઓ એકબીજા સાથે એક પ્રચંડ વિસ્ફોટ સાથે ટકરાય છે, આ ઘટનાને 'કિલોનોવા' કહે છે! કિલોનોવાને કારણે ખૂબ જ મોટી માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે જેથી ખૂબ પ્રબળ ઊર્જા ધરાવતા કણો બ્રહ્માંડમાં ફેલાય છે! આ કિલોનોવા નોર્મલ સુપરનોવા કરતાં ૧૦૦૦ ગણું વધુ તેજસ્વી દેખાય છે!

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 111792446

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now