"માં"

રોકતી,ટોકતી,ને મારતી.
લાગતું,તું મને નફરત કરતી.
બાળ હું,જાણું શું,?
જિંદગીનાં પાઠ આમ.
તું મને શીખવતી.....

સમયનાં ગર્ભમાં જાણું શું,?
નાદાન,ના સમજ બાળ હું.
ભવિષ્યની હું છું,માં-
એ કેમ કહે તું,?
બની મારો ઈશ્વર.
"માં"નું ઘડતર કરતી રહી તું.......

માટલાને કુંભાર ઘડે જેમ.
હર ઘડી,ઘડતી રહી મને એમ.
પ્યારી માં,તું આજે ભુલાય કેમ,?
હર ઘડી,હરદમ,પુજાઈશ પ્રભુ જેમ.......

શારીરિક,માનસિક,આર્થિક.
સંસારિક,વ્યવસાયિક.
સઘળું જ્ઞાન આપતી રહી તું.
સો શિક્ષકની ગરજ સારતી તું.
ઈશ્વરને તોલે આવતી માં તું.
રહે ન રહે,સદા પુજાઈશ"માં"તું.
✍️જયા.જાની.તળાજા"જીયા"

-- Jaya.Jani.Talaja."jiya"

https://www.matrubharti.com/bites/111804115

Gujarati Motivational by Jaya.Jani.Talaja.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now