ગઈકાલે એક સમાચાર સાંભળ્યા પછી દરેક સમાજના દરેક દીકરી -દીકરાઓને એક પિતાનો પત્ર.
આપ સૌ આપના ભણતર અને સમય અનુસાર વિચારીને પોતપોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધી રહ્યા છો.આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ અને આશીર્વાદ.
આપના માંથી મોટાભાગના યુવાનો પોતાના પિતાનો વ્યવસાય થી અલગ આજના જમાનાને લાયક નવા નવા ક્ષેત્રોમાં દેશ વિદેશમાં પોતાની કારકિર્દી બનાવવા માટે જજુમી રહ્યાં હશો. આપના વ્યવસાય નોકરીની જગ્યા અને આપનો ઉછેર અથવા આપના ઉપરી અધિકારીઓ સાથે ટયુનિંગ લાવવું ઘણી વાર અશક્ય થઇ જતું હોય છે એ આપના વર્તન અને વ્યહવાર ઉપર દેખાય છે. અને તમે પણ પરિવાર માતા પિતાના સપનાનો ભાર ઉપાડી એ બધા સામે લડો છો અને થાકી જાઓ છો પણ તમે પરિવાર કે કોઈને કહી શકતા નથી .
આ સમયે હું આપ સૌને વણમાંગી સલાહ આપું છું કે બેટા તમારા કરતા વધુ માતા પિતાને વધુ કાંઈ નથી જીવનમાં સફળતા તો દરેક ને મળે જ છે તમને મોડી વહેલી મળે એમાં કોઈ નવાઈ નથી. અને વાલીઓ ને એમનું સંતાન જોઈએ છે. સમાજ કે લોકોનું સર્ટિફિકેટ નહિ .
પૂછો તમારી આજુબાજુના સફળ લોકોને કે એ પ્રથમ પ્રયત્ન માં સફળ થયા છે ?
પૂછો તમારી આજુબાજુના સફળ લોકોને કે શું એ ભણ્યા એ જ વ્યવસાય કે નોકરી કરે છે ?
પ્લીઝ આપ સૌ સફળતા વહેલી મોડી મળે કે વ્યવસાય ના સ્થળે અનુકૂળતા ના આવે તો વ્યવસાય નોકરીની જગ્યા બદલો પારિવારિક વ્યવસાય હોય તો જોઈન કરો પણ પ્લીઝ મૂંઝાઈને પરિવારને દુઃખના દરિયામાં ના ધકેલો . અનિરુધ્ધસિંહ વાઘેલા

Gujarati Thought by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111812957

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now