સૂર્યદેવ મંદિર
પ્રભાસ પાટણ, સોમનાથ

14મી સદીમાં બંધાયેલા આ અદભૂત મંદિરને સ્થાનિક લોકોની મદદથી શોધવામાં તમને સુખદ આશ્ચર્ય થશે. શીતળા માતાના મંદિરની નજીક આવેલું આ મંદિરનું પ્રાંગણ પ્રભાવશાળી છે. તેમાં સૂર્ય દેવ અને તેમના બે અનુચરોની પ્રતિમાઓ છે.

ઈ.સ. 1350 આસપાસના આ મંદિરની પક્ષ્ચિમાભિમુખ પરસાળ, ઉપર કિર્તિમિખો અને શંખના પ્રતીકોથી સુશોભિત ઊંબરા સુધી ને પછી અષ્ટકોણીય બંધ મંડપ,અંતરાલ, ગર્ભગ્રૂહ અને પ્રદક્ષિણા-પથ સુધી લંબાય છે.

આ મંદિર સોમનાથ મહાદેવ ના મંદિર પાસે પ્રભાસ પાટણ મા હિરણ નદી નાં કિનારે નગર ના ટીમ્બા ઉપર આવેલ છે આ સૂર્ય મંદિર.

પ્રભાસ ખંડમાં એક કાળે 16 સૂર્ય મંદિરો ઝળહળતા હતા

- એક સમયે ભાસ્કર તીર્થ તરીકે ઓળખાતા

સામ્બાદિત્ય સુર્ય મંદિરના સ્થળે અત્યારે ઉભું છે મ્યુઝિયમઃ મોટાભાગના સુર્ય મંદિરો કાળક્રમે થયા લુપ્ત

આદિ દેવ નમોસ્તુભ્યં એવા પૃથ્વી ઉપર પ્રત્યક્ષ અને સાક્ષાત દર્શન આપતા સૂર્યદેવનું મહાપર્વ છે મક્કર સંક્રાન્તિ. સ્કંઘ પુરાણ જે સમયમાં લખાયો ત્યારે સોમનાથ - પ્રભાસખંડમાં સૂર્ય દેવાતાના ૧૬ મંદિરો હતાં. સૂર્યનું એક નામ ભાસ્કર પણ કહેવાય છે તો પ્રભાસ એક સમયે ભાસ્કર તીર્થ તરીકે પણ ઓળખાતું. જે નામ સૂર્યવંશી આર્યો અહીં સમુદ્ર માર્ગે આવી સ્થિર થયા તે વખતે અપાયું હતું.

ભારત વન પર્વ અધ્યાય ૮૨માં જણાવાયેલ મુજબ સૂર્ય આ પ્રદેશમાં પોતાની પુર્ણ કળાએ પ્રકાશિત થતો હતો અને સૂર્યની એ સોળ કળાઓ પૈકી બારકળાઓ સૂર્ય મંદિરમાં રાખી અને ચાર કળા પોતાની પાસે રાખી જેનો ઉલ્લેખ પ્રભાસખંડમાં લખાયો છે. તેવાં બાર સૂર્ય મંદિરો વેદકાળમાં હતાં. જે કાળક્રમે લુપ્ત થયાં છે અને હાલ બે થી ત્રણ જેટલાં સૂર્ય મંદિરો હજુ યે યથાવત છે. તે સમયે ઉંચા મકાનો તેની આસપાસ ન હોવાને કારણે સૂર્યોદયના પ્રથમ સીધા કિરણો તેની ઉપર પડતાં.

ઇતિહાસકાર સ્વ. શંભુપ્રસાદભાઇ દેસાઇે 'પ્રભાસ - સોમનાથ'માં ઉલ્લેખ કરેલ. તે મુજબ સાંમ્બાદિત્ય સૂર્ય મંદિર ત્યાં હાલ મ્યુઝીયમ છે. સાગરાદિત્ય સૂર્ય મંદિર (હાલ છે.), ગોપાદિત્ય સૂર્ય મંદિર (હાલ નથી). ચિત્રાદિત્ય સૂર્ય મંદિર (હાલ નથી). રાજ ભટ્ટાક સૂર્ય મંદિર, નાગરાદિત્ય સૂર્ય મંદિર (વર્તમાન ટીંબા પાસે જુનુ મંદિર), નંદા દિત્ય સૂર્ય મંદિર (હાલ નથી), કંર્કોટ કાક સૂર્ય મંદિર (હાલ નથી), દુર્વા આદિત્ય સૂર્યમંદિર (હાલ નથી), મુળ સૂર્યમંદિર (સુત્રાપાડામાં હાલ છે.), પર્ણાદિત્ય સૂર્ય મંદિર (ભીમ દેવળ - હાલ છે.)

બાર્લાક સૂર્ય મંદિર (હાલ નથી), આદિત્ય સૂર્ય મંદિર (હાલ છે), મકલ સૂર્ય મંદિર (હાલ નથી), બકુલા દિત્ય સૂર્ય મંદિર (હાલ નથી), નારદાદિત્ય સૂર્ય મંદિર (હાલ નથી).

Gujarati Good Morning by મહેશ ઠાકર : 111814066

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now