#ટોપિકઓફધડે

'નિષ્ક્રિય બ્લેક હોલ'

આપણા સૂર્યથી ૩ ગણો મોટો તારો જ્યારે સુપરનોવામાં પરિણમે છે ત્યારે તે અંતે પોતાના જ પ્રબળ ગુરુત્વાકર્ષણના પ્રભાવમાં આવે છે અને આ તારો અંતે બ્લેક હોલમાં પરિણમે છે અને આ પ્રક્રિયાને કારણે મોટા પ્રમાણમાં એક્સ - રે નું ઉત્સર્જન થાય છે આ એકસ-રે ને ડિટેકટ કરી આપણે બ્લેક હોલને શોધી શકીએ છીએ! સૂર્યથી 3 ગણા મોટા બ્લેક હોલ્સને 'સ્ટેલર-માસ બ્લેક હોલ' કહે છે!

હવે જો કોઈ બે તારાઓ સ્ટ્રોંગ ગ્રેવિટિ ધ્વારા જોડાયેલા હોય એટલે કે એકબીજાની કક્ષામાં હોય તો આ સિસ્ટમને 'બાઈનરી સ્ટાર સિસ્ટમ' કહે છે! હવે આ બાઈનરી સ્ટાર સિસ્ટમમાં રહેલો કોઈ એક તારો અથવા બંને તારાઓ અંતે બ્લેક હોલમાં પરિણમે છે!

આપણી મિલ્કિ વે ગેલેક્સીની સાથે જ પ્રબળ ગુરુત્વાકર્ષણથી જોડાયેલી એક નાની એવી ગેલેક્સી 'મેગેલેનિક કલાઉડ' માં આવેલ 'ટેરેન્ટુલા નેબ્યુલા' જે મોટા પ્રમાણમાં તારાઓને જન્મ આપતી નેબ્યુલા છે! આ નેબ્યુલામાં આવેલ ૧૦૦૦ તારાઓનો અભ્યાસ કર્યા બાદ શોધકર્તાઓને 'થિટા' નામનો તારો જોવા મળ્યો કે જે સૂર્યથી ૯ ગણો મોટો હતો, આ તારો સુપરનોવામાં પરિણમ્યા વિના જ મૃત્યુ પામ્યો હતો અથવા ગાયબ થઈ ગયો હતો!
થિટા નામનો આ તારો અન્ય એક સૂર્યથી ૨૫ ગણા મોટા તારાની સાથે બાઈનરીમાં હતો! આ બાઈનરી સિસ્ટમને 'VFTS 243' નામ આપવામાં આવ્યું છે!

શોધકર્તાઓના મતે થિટા નામનો આ તારો સીધો જ એક 'નિષ્ક્રિય સ્ટેલર - માસ બ્લેક હોલ'માં પરિણમ્યો છે! જે બ્લેક હોલ્સ એકસ-રે તથા અન્ય કોઈ પણ કિરણોનું ઉત્સર્જન નથી કરી કરતાં, તો તેવા બ્લેક હોલ્સને નિષ્ક્રિય બ્લેક હોલ્સ કહે છે!
VFTS 243 સિસ્ટમમાં તે બ્લેક હોલ સાથે રહેલ અન્ય તારો અંતે તે બ્લેક હોલમાં સમાઈ જશે!

સ્ટેલર - માસ બ્લેક હોલ્સને આમ તો સામાન્ય માનવામાં આવે છે પરંતુ સૌપ્રથમ વખત કોઈ નિષ્ક્રિય સ્ટેલર - માસ બ્લેક હોલ શોધવામાં આવ્યું છે! આ પ્રકારના બ્લેક હોલ્સ કોઈ પણ પ્રકારનાં કિરણોનું ઉત્સર્જન ન કરતાં હોવાથી તેમને શોધવા ઘણાં મુશ્કેલ છે!

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 111820120

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now