ફરી મળીશું?

સ્કૂલ કોલેજના એ છેલ્લા દિવસોમાં યાદ કરીને કીધું તું ફરી મળીશું,
હુંકારો તો સૌએ ભણ્યો હતો કે એકબીજાના ટચમાં રહીશું,
કેટલાક મળ્યા પણ ખરા ને કીધું ફરી આમ મળતા રહીશું,
પરિસ્થિતિ એવી છે કે...
હવે કામમાં એવા સૌ પડ્યા છે કે ક્યાંક અચાનક ભટકાશું તો જ મળીશું,
બાકી યાર તારું કામ છે બોલને ક્યાં અને ક્યારે મળીશું?
ખબર નહીં ક્યારે હવે પહેલાંની માફક વગર કારણે ફરી મળીશું???

'વિચારો ને વાચા '

Gujarati Poem by Divya : 111821443
Naranji Jadeja 4 years ago

મારો એક કોલેજનો પ્રસંગ છે માતૃભારતી પર આનંદની વિદાય તમારા વિચારો ને મેળ ખાય છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now