Gujarati Quote in Thought by वात्सल्य

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🏿safe drive safe life🙏🏿
🌹
કોરોના કાળમાં કોરોના રોગનો એક કેસ બનતાં આખા દેશમાં માસ્ક ફરજીયાત કરી દીધો.હાલ કોરોના છે,છતાં કોઈ માસ્કનું પૂછતું નથી.
તેમ પાછળની સીટ બેલ્ટ માટે હવે લૂંટવાનો નવો ફતવો.
કોઈપણ કાયદાની પાછળ સંશોધન થાય પછી તેની તુલનાત્મકતા તપસ્યા પછી જ ફાયદાકારકતા દેખાય તો જ અમલ કરાતો હોય છે.અહીં તો સ્વપ્નું આવ્યું અને સવારે ટી.વી.માઁ જાહેરાત!
અહીં ગાયને કન્ટ્રોલ કરવા કે રોડની દશા જોયા વગર કાયદો ઠોકી બેસાડાય છે,અંતે નાનો લાગવગ વગરનો માણસ જ દંડાતો હોય છે.
અહીં કોઈ મોટો માણસ મરે પછી જ નવા નવા ફતવા થાય છે.
માનનીય શ્રી નીતિનકાકાને ગાયે વગાડ્યા પછી સરકાર ના જાગી તો કોર્ટે જાગૃકતા બતાવી.
સવાલ અહીં એ છે કે કાર ઓવર લિમિટ હોય,જોકું આવ્યું હોય,દારૂ કે કેફી દ્રવ્ય પીધેલું હોય,થાક્યો હોય કે કોઈ અન્ય કારણોસર કાર અકસ્માત થાય તો ડ્રાઈવ કરનારનો દોષ છે,તેમાં આમજનતાને માથે શું કામ અણઘડ કાયદા ઠોકો છો?
ઇકો,સકળા,ટ્રેક્ટર,બાઈક,ટ્રેન,બસ,ટ્રક,રીક્ષા વગેરે જેવા પેસેન્જર વાહનમાં પેસેન્જરને કઈ રીતે બેલ્ટ બાંધવો?
ગુજરાતમાં વરસાદથી પડેલા ખાડા કેમ પડે છે,તે સંશોધન કરવાને બદલે એક્સીડેન્ટ કરનાર કે કરાવનાર પર દંડનાત્મક કાર્યવાહી થાય છે.ગુજરાતના ગણ્યા ગાંઠ્યા હાઇવે બાદ કરતાં દરેક રસ્તાઓ તૂટેલા છે,દરેક ગામડાનાં રસ્તાતો તાવ લાવી દે કે કમર તોડી નાખે તેવા છે.તે પહેલાં કરાવો ને!
હાલ ભાદરવાની પૂનમ સુધી અંબાજી ખાતે માઁ અંબાજીનો મેળો ચાલે છે.અગાઉ ત્રિશુળિયા ઘાટ પર અનેક એકસિડેન્ટ થતા,તેને ગઈ સાલે પ્રામાણિકપણે હવે તંત્રે સારો રસ્તો બનાવ્યો છે.તે બદલ તંત્રને અભિનંદન.
ઘણા રોડની ડિવાઈડર કે રીફલેકટર એટલી હલકી કક્ષાનાં યુઝ થાય છે કે ના પૂછો વાત.સ્પીડ બ્રેકર પણ એવા બનાવવામાં આવે છે કે કાર સીધીબ્રેકર સાથે જ ઠોકાઈ જાય.સાથે રોડની સાઈડ લિમિટ બતાવતો પીળા કલરનો પટ્ટો પણ ડુબ્લીકેટ કલરથી બનાવ્યાના થોડા દિવસોમાંજ ભૂંસાઈ જાય છે.
આવી ઘણી બાબતોમાં પાકા રોડની બાબતો અંગે તંત્ર ધ્યાન આપતું નથી.પરિણામે અકસ્માત થાય છે.
રખડતી ગાયની પકડબાજી થોડા દિવસ ચાલી પાછી યથાવત સ્થિતિ છે.કોઈ ફરક નથી.પશુપાલકોના ઉગ્ર વિરોધથી પાછી જૈસે થે ની સ્થિતિ છે.
વાહન ચલાવનાર મિત્રોને મારે એક સલાહ આપવી છે કે
"તમેં ડ્રાંઇવિંગ કરો છો ત્યારે તમારી પાછળ આશ્રિત માઁ,બાપ,ભાઈ,બહેન,પત્ની,બાળકો અને કાળી મજૂરી કરી લાખો ખર્ચી જે વહી્કલ ખરીદ્યું છે તે બધું નજર અંદાજ ન કરો.
દારૂ પીને ના ચલાવો,ચાલુ કામાં મોબાઈલ પર વાત ના કરો.સ્પીડ લિમિટનું ધ્યાન રાખો,રોડની અને સ્પીડની મર્યાદા જોઈ ડ્રાઈવ કરો.રોડ પર લગાવેલા સિગ્નલના નિર્દેશ મુજબ ચાલો.તમારી ડ્રાઈવ સિસ્ટમ હવે CCTV રેકોડિઁગ કરતું હોય છે.માટે સાવધાની રાખી ચલાવો.તમારી પાસે વહી્કલ છે જ પછી થોડા લેટ પડો તો શું વાંધો? અથવા time એડજસ્ટ કરવા વહેલા નીકળો."
"તમેં જયાં સુધી સલામત ઘેર ના આવો ત્યાં સુધી તમારી પત્ની, બાળકો,માઁ બાપ વાટ જોતાં હોય છે."
- વાત્ત્સલ્ય

Gujarati Thought by वात्सल्य : 111830575
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now