આ બે દિવસ પહેલાની જ વાત છે. અજાણ્યા અવાજનો 'કેમ છો?' નો લહેકો કંઈક જાણીતો લાગ્યો, બસ! આ આટલી અમથી વાત પણ ક્યારેક મનને ખુશ કરી જાય છે. હું શું છું એ નહીં પણ હું છું ની અનુભૂતિ મને એ અજાણ્યા અવાજમાં પોતીકી લાગી હતી. ક્યારેય મળ્યા ન હોય છતાંપણ એક બંધન તમને બાંધી રાખે છે. આને જ કદાચ ઋણાનુબંધ કહેવાય છે. મારા નામથી કે મારા વ્યક્તિત્વથી પર રહીને પણ જે બંધન સાચવી જાય, લાગણી નિભાવી જાય ત્યારે એવા સબંધ આપણને એક અલગ ખુશી આપી જાય છે. એવી ખુશી મને આ માતૃભારતી પરિવારથી મળી છે. ખુબ ખુબ આભાર માતૃભારતી પ્લેટફોમૅનો.
જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻.

Gujarati Thank You by Falguni Dost : 111853619
Falguni Dost 1 year ago

હા, સાચીવાત.. મનમાં ખુશીઓ છવાઇ જાય. 😊❤

HINA DASA 1 year ago

મને પણ ગમ્યું, એક અજાણ્યો પણ પોતીકો અવાજ સાંભળીને લાગ્યું જ નહીં કે દૂર છીએ, કેટલું વ્હાલું લાગે જ્યારે સંબંધો નિઃસ્વાર્થના હોય, અકારણ જ બંધાઈ જતા હોય..

Falguni Dost 1 year ago

ઓ..હો..એવુ? 😀😀 આપનો આભાર❤🙏🏻

Shefali 1 year ago

ખૂબ જ સરસ.. તારો ઉત્સાહિત અવાજ આપોઆપ સામેવાળા ને બોલવા મજબૂર કરી દે 👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now