ફર્યો ફર્યા હું ઘરે ઘરે,
બધે સુંદરતા જોઈ,

ક્ષણે ક્ષણે આકર્ષાયો,
આ કેવી માયા જોઈ,

વારે વારે ઠોકર મળી,
સુંદરતાને કાચી જોઈ,

બીજે બીજે શોધું હવે,
ના કોઈ સાદગી જોઈ,

રસ્તે રસ્તે હું ઘણો ફર્યા,
ઇચ્છાઓની ગાંઠ જોઈ,

છોડુ છોડુ એ ગાંઠ હવે,
તમારી સાદગીને જોઈ,

શું તે થોડી ઉધાર મળશે ?

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111856135

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now