પુસ્તક અને મોબાઈલ વચ્ચે થયો વાદ વિવાદ
મોબાઈલ:- આજના જમાનામાં હું સૌથી મોટો છું તારી વાતો જૂની થઈ ગઈ.
પુસ્તક:- મારી વાતો જૂની ભલે થઈ પણ મારી વાતો જ યાદ રહી ગઈ.
મોબાઈલ:- હું બધાનો ગુરુ છું. મારી આદત એટલી છે કે તારી હવે કોઈ જરૂર નથી. બધા મને પ્રેમ કરે છે.
પુસ્તક:- ભલે બધાને તારી આદત હોય પ્રેમ પણ ભલે બધાને તારાથી હોય. પણ એક વાત યાદ રાખજે, પૂજા હમેશાં મારી થશે. નમન બધા મને કરશે. તને નહિ. તું બદલાતો રહીશ. હું બદલાયા વગર બધાને બદલતો રહીશ.
મોબાઈલ:- ચૂપ
પુસ્તક દિવસની શુભકામના🙏🙏🙏
યોગી
-Dave Yogita