બાળપણથી ઘડપણ વચ્ચે, પુલ બાંધ્યો રામ નામનો;
ઝુંપડી સુધી રસ્તા પર બિછાવ્યા ફૂલ અને વિચાર્યું, હવે બન્યો આ રામના કામનો.
બોર ચાખી રાખ્યા રામ માટે,પણ નથી ખબર રામની, કે રામના ખબરીની;
જિંદગીનાદિવસ વિતાવ્યા રામની રાહ માં, એવી નવધા ભક્તિ શબરીની.
©- અંકિત કે ત્રિવેદી - 'મેઘ'